ઉદય સહારનની કપ્તાનીવાળી ભારતીય ટીમે રોમાંચક સેમીફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં 2 વિકેટે જીત મેળવી અને સતત પાંચમી વખત ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી.
ભારતના યુવા ક્રિકેટર સિતારાઓ ફરી એકવાર કમાલ કરી બતાવ્યું છે. સાઉથ આફ્રીકામાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે જીતને યાથવાત રાખીને ફાઈનલમાં જગ્યા બની લીધી છે. ઉદય સહારનની કપ્તાનીવાળી ભારતીય ટીમે રોમાંચક સેમીફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં 2 વિકેટે જીત મેળવી અને સતત પાંચમી વખત ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી. કેપ્ટન સહારન અને સચિન ધાસે આ મેચમાં ટીમને જીત અપાવી હતી. જેમણે 171 રનની જબરદસ્ત ભાગીદારી કરીને હાર તરફ જઈ રહેલી ટીમને જીતમાં પલટી હતી.
- Advertisement -
Captain fantastic 🌟 Uday Saharan 🙌#U19WorldCup | #INDvSA: https://t.co/SCmVJW8Msf pic.twitter.com/iWMyAy1eU4
— ICC (@ICC) February 6, 2024
- Advertisement -
ઉદય અને સચિનની દમદાર બેટિંગ
ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજથી લઈને સુપર સિક્સ સુધીની તમામ મેચો જીતનાર ટીમ ઈન્ડિયાને અત્યારસુધીની આ મેચોમાં પહેલીવાર પડકારનો સામનો કરવો પડ્યો હતો. જેનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર સ્ટાઈલમાં વાપસી કરી અને જીત નોંધાવી છે. બેનોનીમાં 6 ફેબ્રુઆરી મંગળવારના રોજ રમાયેલી આ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ જીતનો ઝંડો રોપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ માત્ર 244 રન કર્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ 40 રન પહેલા જ 4 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ઉદય અને સચિને યાદગાર ભાગીદારી કરી અને ટીમને જીત તરફ દોરી ગયા હતા.
India make it to their fifth consecutive Men’s #U19WorldCup Final 🎉 pic.twitter.com/ESSKCLv7GC
— ICC (@ICC) February 6, 2024
ઓપનરની વિકેટો લિંબાનીએ ખેરવી હતી
સાઉથ આફ્રિકાની ટીમે આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. દર મેચની જેમ આ વખતે પણ ભારતી બોલર રાજ લિંબાનીને પાવરપ્લેમાં જ સફળતા મળેવી હતી. 9 ઓવરમાં સાઉથ આફ્રિકાના વિસ્ફોટક ઓપનર સ્ટીવ સ્ટોક અને ડેવિડ ટીગર ગુમાવી દીધા હતાં. બંન્ને ઓપનરને લિંબાનીએ શિકાર બનાવ્યો હતા. જે બાદ લૂઅન ડ્રિ પ્રિટોરિયસ અને રિચર્ડ સેલત્સવેન વચ્ચે 72 રનોની ભાગીદારી થઈ હતી