3 દિવસ સુધીનો કોરોના નેગેટિવ ટેસ્ટ સાથે રાખવો પડશે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાએ પરદેશીઓ પર મુકેલા પ્રવાસ પ્રતિબંધો હટાવી લીધા છે. 8મી નવેમ્બરથી ભારત સહિત 33 દેશોના પ્રવાસીઓ અમેરિકા જઈ શકશે. કોરોનાને કારણે પ્રવાસ પર પ્રતિબંધ-નિયંત્રણો મુકાયા હતા. એ નિયંત્રણો 8મી નવેમ્બરથી હટી જશે. જોકે પ્રવાસીઓએ માટે બે ડોઝ અને કોરોના નેગેટિવ સર્ટિફિકેટ ફરજિયાત છે. ડિપાર્ટચર પહેલાના 3 દિવસ સુધીનો કોવિડ નેગેટિવ રિપોર્ટ માન્ય ગણાશે. અત્યાર સુધી અમેરિકી નાગરિકો, ગ્રીન કાર્ડ ધારકો, અમેરિકી નાગરિકોના નજીકના સગા અને અમેરિકી સરકાર છૂટ આપે એવા નાગરિકોને જ પ્રવેશ મળતો હતો. અત્યારે પણ આવી કેટેગરી હેઠળ આવતા પ્રવાસીઓને જ એન્ટ્રી મળી શકે છે. પરંતુ 8મી નવેમ્બરથી સૌ કોઈ પ્રવેશી શકશે.
પ્રવેશ માટે શરત
- રસીના બન્ને ડોઝ લીધા હોવા જોઈએ.
- પ્રવાસના 72 કલાક પહેલાનો નેગેટિવ ટેસ્ટ હોવો જોઈએ.
- 18 મહિનાથી અમેરિકામાં પ્રવેશવા પર અનેક પ્રકારના પ્રતિબંધો હતા. એ હવે હળવાં થઈ રહ્યા છે. જોકે બીજી તરફ એ પણહકીકત છે કે કોરોનાના સૌથી વધારે કેસ અને સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં જ નોંધાયા છે. એટલે પ્રવાસીઓ પણ કારણ વગર અમેરિકા જવાનું ટાળે છે. પરંતુ જેમના પરિવારજનો, નોકરી-ધંધો.. વગેરે અમેરિકામાં છે એ લોકો માટે અમેરિકા પહોંચવુ અનિવાર્ય છે. એ હવે સરળતાથી અમેરિકા જઈ શકશે.
- અમેરિકાની જમીની સરહદ ઉત્તરમાં કેનેડા, દક્ષિણમાં મેક્સિકો સાથે જોડાયેલી છે. એ સરહદ પણ આગામી દિવસોમાં ખુલ્લી મુકાશે.
- અમેરિકા જનારા પ્રવાસીઓ માટે ફ્લાઈટમાં માસ્ક અને અન્ય નિયંત્રણો તો ફરજિયાત જ છે.
- અમેરિકી સરકારે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટની સલાહ પછી આ નિર્ણય લીધો હતો. નિર્ણયની સત્તાવાર જાણકારી વ્હાઈટ હાઉસના પ્રેસ વિભાગે આપી હતી.