IWFમાં ગોલ્ડ જીતનાર પહેલો ભારતીય
મેક્સિકોના લિયોનમાં ચાલી રહેલી આઇડબલ્યુએફ (ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન)ની વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારા ગુરુનાયડુ સનાપતિ સૌપ્રથમ ભારતીય વેઇટલિફ્ટર બની ગયા છે. 16 વર્ષીય વેઈટલિફ્ટરે રવિવારે મોડી રાત્રે 55 કિગ્રા વજન વર્ગમાં કુલ 230 કિગ્રા (104 કિગ્રા અને 126 કિગ્રા)ના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન યુથ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2020 ની બ્રોન્ઝ મેડલ વિજેતા સનાપતિ આ યાદીમાં ટોચ પર છે. જ્યારે સાઉદી અરેબિયાના અલી મજીદ 229 કિગ્રા (105 કિગ્રા અને 124 કિગ્રા)માં અને કઝાકિસ્તાનના યેરાસિલ ઉમરોવ 224 કિગ્રા (100 કિગ્રા અને 124 કિગ્રા)ના વજન સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
ભારતના વેટલિફ્ટર ગુરુનાયડુએ IWFની વિશ્વ યુવા ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો
