ભારતીય માછીમારોને પોતાના અસ્તિત્વ માટે આ સબસિડીની આવશ્યકતા છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના માછીમારી સમુદાયના કેટલાક સભ્યોએ રવિવારે વિશ્વ વેપાર સંગઠનના મત્સ્યઉદ્યોગ સબસિડી પર પ્રતિબંધ લગાવવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો કારણ કે, તે વિકાસશીલ દેશોની માંગને અનુરૂપ નથી. પશ્ર્ચિમ બંગાળના બિમન જૈને કહ્યું કે, જો માછીમારોની સબસિડી બંધ થઈ જશે તો તેમનું જીવન અને આજીવિકા બંધ થઈ જશે. તે માછીમારો વિરુદ્ધ ન હોવી જોઈએ જો સબસિડી શિસ્તની જરૂર હોય તો તે ઔદ્યોગિક માછીમારો માટે હોવી જોઈએ. આ અમારી મુખ્ય માંગ છે. 12મી જૂને શરૂ થયેલી 12મી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મંત્રી સ્તરીય બેઠક દરમિયાન ભારતભરમાંથી માછીમારો વિરોધ કરવા જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને
વિરોધ કર્યો હતો.