ઈમાનદારી કે બેઈમાની ફકત ચુંટણી મુદ્દો : વાસ્તવિકતા કંઈક જુદી જ છે
વિશ્વના 180 દેશોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ભારત 85માંથી છેક 96માં સ્થાને; નીચું રેન્કીંગ વધુ ભ્રષ્ટાચારનું માપદંડ : તુમારશાહી, કાનુની જાળ, અમલદારશાહી ભ્રષ્ટાચારના મુખ્ય કારણ : ડેનમાર્ક વિશ્વમાં સૌથી ઓછો ભ્રષ્ટ : દક્ષિણ સુદાન સૌથી ભ્રષ્ટ દેશ : ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો સર્વે
- Advertisement -
હાલમાં જ દિલ્હી વિધાનસભા ચુંટણી ‘ભ્રષ્ટાચાર’ મુદે લડાઈ અને ખુદને ‘કટ્ટર ઈમાનદાર’ ગણાવનાર આમ આદમી પાટી અને તેના વડા અરવિંદ કેજરીવાલનો પરાજય થયો પણ વાસ્તવિકતા એ છે કે ભ્રષ્ટાચાર ફકત ચુંટણી મુદો જ બની ગયો છે. હાલમાં જ જાહેર થયેલા કરપ્શન ઈન્ડેકસમાં ભારત વધુ ત્રણ સ્થાન નીચે ગગડીને 96માં સ્થાને આવ્યુ છે. મતલબ કે ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. જો કે આશ્વાસન એ લઈ શકાય કે 180 દેશોના આ ઈન્ડેકસમાં દુનિયાભરના દેશોમાં ભ્રષ્ટાચાર વધ્યા હોવાનું બહાર આવ્યુ છે. 2023માં ભારત કરપ્શન ઈન્ડેકસમાં 93માં સ્થાને હતું જે 96માં સ્થાને આવી ગયુ છે તો સૌથી ભ્રષ્ટ દેશમાં હવે સોમાલીયાનું સ્થાન દક્ષિણ સુદાને લીધુ છે જે 180માં ક્રમે છે જેમ ક્રમ નીચો હોય તેમ વધુ ભ્રષ્ટ તે રીતે આ ઈન્ડેકસ તૈયાર થાય છે.
છેલ્લા 10 વર્ષમાં ભારતની સ્થિતિ 2015માં સૌથી સારી હતી જયારે તે આ યાદીમાં 76માં સ્થાને હતું. 2014માં મોદી સરકાર આવ્યા બાદ દેશમાં ભ્રષ્ટાચાર ખત્મ થઈ ગયો છે તેવા અનુમાન પર ભારતનુ રેન્કીંગ સુધર્યુ હતું પણ ધીમે ધીમે ફરી નીચે સરકવા લાગ્યુ છે અને 2020માં 86 2021 અને 2022માં 25માં સ્થાને આવ્યા બાદ હવે 96માં સ્થાને આવી ગયુ છે. જો કે ભારત આશ્વાસન લઈ શકે કે આપણા દેશમાં પાકિસ્તાન (175) શ્રીલંકા (121) અને અફઘાનીસ્તાન (165) કરતા ઓછો ભ્રષ્ટાચાર છે. વાસ્તવમાં દુનિયાના અનેક દેશોએ તેનું રેન્કીંગ સુધારવા માટે પ્રયાસ કર્યો છે અને તે સફળ પણ રહ્યા છે. 34 દેશો એવા છે જે તેને ત્યાં ભ્રષ્ટાચાર ઘટાડવામાં સફળ રહ્યા છે.
તો ભારત સહિત 47 એવા છે જે વધુ ભ્રષ્ટ બન્યા છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ સાર્વજનીક ક્ષેત્રમાં એટલે કે જાહેર ક્ષેત્ર- ખાનગી ક્ષેત્ર અને ખાસ કરીને સરકારી સ્તરે ચાલતા ભ્રષ્ટાચારનું વિશ્લેષણ કરે છે. જેમાં 0થી100નો સ્કોર અપાય છે જેમાં જેમ ઓછો સ્કોર તેમ વધુ ભ્રષ્ટએ પદ્ધતિ અપનાવાઈ છે અને ભારતનો સ્કોર 38 છે. ચીનનો 43 છે. એટલે કે તે ભારત કરતા ઓછુ ભ્રષ્ટ છે. ભારતમાં ભ્રષ્ટાચાર માટે નિષ્ણાંતોએ નિયમો અને કાનૂની જાળ, મુશ્કેલ કરવેરા વ્યવસ્થા, નોકરશાહીનો પ્રભાવ, સરકારી વિભાગોમાં અધિકારીઓને તેમના અર્થઘટન મુજબ કાનૂનને લાગુ કરવાની આવડત અને છુટ આ તમામ કારણો છે.