સાઈબર ક્રાઈમમાં રશિયા દુનિયામાં અવ્વલ, ત્યારબાદ યુક્રેન, ચીન, યુએસ, નાઈજીરીયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
દુનિયામાં સૌથી વધુ સાઈબર ખતરાવાળા દેશોની યાદીમાં ભારત 10 માં સ્થાને છે. ઓકસફર્ડ વિશ્વ વિદ્યાલયનાં નેતૃત્વમાં દુનિયાભરનાં 92 ટોપ સાયબર અપરાધ વિશેષજ્ઞો દ્વારા કરાયેલા અધ્યયનમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ સાયબર અપરાધ પર દુનિયામાં આ પ્રકારનું પહેલુ અધ્યયન છે.જેમાં સાઈબર અપરાધનાં ખતરાના સ્તરનાં આધાર પર દેશનું રેન્કીંગ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષનાં સંશોધન બાદ આ રેન્કીંગ વિલ્ર્ડ સાઈબર ક્રાઈમ ઈન્ડેકસ કરવામાં આવ્યું છે.આ અધ્યયન પીએલઓએસ વન જર્નલમાં પ્રકાશીત થયુ છે. દુનિયામાં સર્વાધિક સાઈબર અપરાધ રશીયામાં થઈ રહ્યા છે. રશીયા પ્રથમ ક્રમે છે.ત્યારબાદ યુક્રેન, ચીન, અમેરીકા, નાઈઝીરીયા અને રોમાનીયા છે.
પાંચ શ્રેણીઓમાં વિશ્લેષણ:
સાઈબર વિશેષજ્ઞોએ સાઈબર અપરાધની પાંચ-શ્રેણીઓના આધારે વિશ્ર્લેષણ કર્યું છે. તેમાં તકનીકી ઉત્પાદન કે સેવાઓ,હુમલા અને જબરજસ્તીથી વસુલી, ડેટા કે ઓળખની ચોરી, છેતરપીંડી અને રોકડ ઉપાડ કે મની લોન્ડરીંગ સામેલ છે. ચીન, રશીયા, રોમાનીયા અને નાઈજીરીયા બધી પાંચ શ્રેણીમાં ટોપ 10 માં છે. સંશોધનથી બહાર આવ્યું છે કે દુનિયાભરમાં 97 દેશોમાં સાઈબર અપરાધ થાય છે. ભારતમાં છેતરપીંડી અને ડેટા ચોરીની ઘટનાઓ ઘણી બને છે.
- Advertisement -
દર વર્ષે કરોડો રૂપિયાનું થતું નુકશાન
દુનિયાભરમાં સાઈબર અપરાધોમાં કરોડો રૂપિયાનું નુકશાન થતુ હોવાનું અનુમાન છે. જોકે એ અપરાધી કયાં કામ કરે છે. તે જાણવુ ઘણુ મુશ્કેલ છે. એટલે તે કાયદાની પકડથી પણ બહાર રહે છે.
ટોપ-10 દેશ જયાં સાઈબર અપરાધ સૌથી વધુ:
જે દેશોમાં સાઈબર ક્રાઈમ ઈન્ડેકસમાં રશીયા 58.39, યુક્રેન 36.44, ચીન 27.48, યુએસ 20.01, નાઈઝીરીયા 21.28, રોમાનિયા 14.83, ઉ.કોરીયા 10.61, બ્રિટન 9.01, બ્રાઝીલ 8.93, ભારત 6.13