ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડે જૂનાગઢ જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સમાં સંબોધતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક વિકાસની નવી ઊંચાઈઓ હાંસિલ કરી રહ્યું છે. 2014માં 10 ક્રમે રહેલ આજે ભારત વિશ્વની પાંચમાં ક્રમની ઇકોનોમી બની ચુક્યું છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતનો જીડીપી વધુ રહ્યો છે, એટલે કે આર્થિક વિકાસ સારો રહ્યો છે. ઉપરાંત ભારત 5 ટ્રીલીયન ઈકોનોમી બનવાની સાથે વિશ્વની ત્રીજા ક્રમની ઈકોનોમી તરીકે ઉભરી આવશે તેમણે દેશભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે જાણકારી આપતા જણાવ્યું કે, આ યાત્રા થકી જુદી જુદી જનકલ્યાણકારી યોજનાઓનો ગરીબો અને જરૂરિયાતમંદ લોકો લાભ પહોંચાડવાના ધ્યેય સાથે નીકળી છે. જેથી 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના સ્વપ્નને સાકાર કરી શકાય. પાત્રતા ધરાવતા દરેક લોકો ને વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે એક જન આંદોલન બને તે પણ
જરૂરી છે.