જી-20 દેશોની સાંસદોના અધ્યક્ષ તેમજ અધિકારીઓ ભારતમાં યોજાયેલા 9માં પી-20 શિખર સમ્મેલનમાં સામેલ થવા માટે નવી દિલ્હી પહોંચવાનું શરૂ થઇ ગયું છે. આ સંમ્મેલનમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ સભાના અધ્યક્ષ મિલ્કન ડિક દિલ્હીમાં પહોંચ્યા છે. જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, ભારતના ડિજીટલાઇઝેશનની પ્રશંસા કરી. અમે અર્થવ્યવસ્થાના ડિડીટલાઇઝેશન તેમજ સામાન્ય નાગરિકો સુધી પહોંચ અને તેની તાકાત સુનિશ્ચિત કરવા માટે સફળતાના કેસમાં ભારત પાસેથી ઘણું શીખી શકીએ છીએ.
ઓસ્ટ્રેલિયાની સરકારમાં 52 ટકા મહિલાઓ
તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલા આરક્ષણ વિધેયક પ્રસારીત કરવું એ એક સકારાત્મક પગલું છે. અમે એક રાષ્ટ્રના રૂપમાં આ પરિવર્તનને ઘણું નજીકથી જોઇ રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયાઇ સરકારમાં પણ 52 ટકા મહિલાઓ છે. અમારી સાંસદ મહિલાઓની ભૂમિકામાં દેશના વિકાસમાં ઘણી મહેનત કરી રહી છે. વિભિન્ન વિસ્તારોના લોકો સાસંદમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
- Advertisement -
"The only thing we don't agree on is cricket": Australian Speaker Milton Dick on ties with India
Read @ANI Story | https://t.co/WDxPqoD0nQ#India #Australia #MiltonDick #Cricket pic.twitter.com/V6BGxkq7A6
— ANI Digital (@ani_digital) October 12, 2023
- Advertisement -
જળવાયુ પરિવર્ત વિશે વાતચીત કરીશું
દિલ્હીમાં યોજનાર પી-20 શિખર સંમેલ્લન વિશે મિલ્ટન ડિકએ કહ્યું, જી-20 ચર્ચામાં સામેલ થવાનો મુદો એક વાર ફરી ઉઠાવીશ, હું જળવાયુ પરિવર્તન વિશે વાત કરીશ અને આ બાબત પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરીશ. ભારતમાં સમગ્ર ઓસ્ટ્રેલિયાના મંત્રીઓને જોઇ શકાય છે. આ બંન્ને દેશો વ્ચ્ચે એક ઐતિહાસિક ક્ષણ છે.
#WATCH | On digital transformation, Milton Dick, Speaker of the Australian House of Representatives says, "Well, I think India is leading the way when it comes to the digital revolution, meeting with businesses and industry in a place like Bengaluru, a leader in technology, not… pic.twitter.com/YEoyto0iYa
— ANI (@ANI) October 12, 2023
વડાપ્રધાન મોદીને લઇને કહી આ વાત
તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં જેટલું માન અને સમર્થન વડાપ્રધાન મોદીને મળી રહ્યુ છે, તેવું મે મારા જીવનકાળમાં કોઇપણ નેતા માટે જોયું નથી. વડાપ્રધાન મોદીની મહેમાનગતિ કરવી એ ઓસ્ટ્રેલિયા માટે ગૌરવપૂર્ણ બાબત છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના 10 લાખ લોકો વસવાટ કરે છે. સિડનીમાં વડાપ્રધાન મોદીનું જે સ્વાગત કરવામાં આવ્યું એ અદ્ભૂત છે. હજારો લોકો તેમને જોવા માટે રસ્તા પર આવી ગયા.
#WATCH | On P-20 Summit in Delhi, Milton Dick, Speaker of the Australian House of Representatives says, "This is a very important meeting that both the president of the Senate and myself, will be attending from tomorrow. Australia and India share a love of democracy. And our… pic.twitter.com/c1SlKTwTvo
— ANI (@ANI) October 12, 2023
શું છે પી-20 શિખર સંમ્મેલન?
ગયા મહિને જી-20 શિખર સંમ્મેલન દરમ્યાન જી-20 દેશોના પ્રમુખોની મહેમાનગતિ કર્યા પછી ફરી દિલ્હી પી-20 શિખર સંમ્મેલન માટે મહેમાનગતિ કરવા તૈયાર થઇ છે. જેના હેઠળ જી-20 દેશોના સાંસદીય અધ્યક્ષો તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. આ સંમ્મેલનમાં 30થી વધારે દેશના અધ્યક્ષો પહેલાથી જ સામેલ થવા માટે પુષ્ટિ કરી છે. શિખર સંમ્મેલન 12 ઓક્ટોમ્બરના રોજ પાર્લિયામેન્ટ ફોરમમાં યોજાશે, જેનો વિષય “એક પૃથ્વી, એક પરિવાર, એખ ભવિષ્ય માટે સાંસદ” છે. જે “વસુધૈવ કુટુંબકમ”ની પ્રાચીન ભઆરતીય દર્શનથી પ્રેરિત છે.