કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં તમામ પ્રયાસો થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને DGCAએ જાહેરાત કરી છે કે, ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે. આ જાહેરાત સોમવારના રોજ કરવામાં આવી છે. અગાઉ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસ 31 ઓગસ્ટ પર પ્રતિબંધિત હતી, જેને હવે વધુ એક મહિનો એટલે કે, 3 સપ્ટેમ્બર સુધી રદ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને ફરીથી શરૂ કરવા માટે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવુ પડે છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષના અંત સુધીમાં ડોમેસ્ટિક ફ્લાઈટને ફરીથી શરૂ કરાશે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડાનોને શરૂ કરવા માટે અન્ય દેશો પર નિર્ભર રહેવુ પડે છે. જેથી અન્ય દેશોની ફ્લાઈટ રિસિવ કરવા માટે ખુલી શકે.