-SAFF ફૂટબોલ ટૂર્નોમેન્ટમાં ભારતે પાકિસ્તાનને 4-0થી પરાજય આપીને વિજયી શુભારંભ કરી દીધો છે.
ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશીપ 2023ની બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શુભારંભ કરી દીધો છે. શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારત તરફથી કેપ્ટન સુનીલ છેત્રીએ હેટ્રિક ફટકારી હતી. આ ગોલને સહારે સુનિલ છેત્રીએ એશિયાના બીજા આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરરના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. જ્યારે ઉદંતાએ આખરી પળોમાં ગોલ ફટકાર્યો. સપ્ટેમ્બર 2018 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ સૌપ્રથમ ફૂટબોલ મેચ હતી. પાંચ વર્ષ અગાઉ ભારતે એસએએફએફ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પડોશી દેશને 3-1થી હરાવ્યું હતું.
- Advertisement -
કેપ્ટન સુનીલ છેત્રીની હેટ્રિક
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ ફરી એકવાર મેદાન પર પોતાની ચમક દેખાડી. ભારતીય કેપ્ટને પાકિસ્તાન સામે SAFF ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં હેટ્રિક ગોલ ફટકાર્યો હતો. તેણે ટીમ માટે પ્રથમ ત્રણ ગોલ કર્યા. ભારતે 4-0થી મેચ જીતી. પ્રથમ હાફની 10મી મિનિટે છેત્રીએ ભારતને લીડ અપાવી હતી. પાકિસ્તાની ગોલકીપરે ભૂલ કરી અને છેત્રીએ તેની પાસેથી બોલ છીનવીને ગોલ પોસ્ટની અંદર નાખ્યો. આ રીતે ભારતની લીડ 1-0 થઈ ગઈ.
Perfect start to #SAFFChampionship2023 for the #BlueTigers 🐯
An absolutely dominant performance 💙🇮🇳💪🏽 #INDPAK #IndianFootball ⚽️ pic.twitter.com/tUEFWGUffN
- Advertisement -
— Indian Football Team (@IndianFootball) June 21, 2023
છેત્રીની ચોથી આંતરરાષ્ટ્રીય હેટ્રિક
સુનીલ છેત્રીની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આ ચોથી હેટ્રિક છે. તે ભારત માટે સૌથી વધુ હેટ્રિક ધરાવનાર ફૂટબોલર પણ છે. અગાઉ 2008માં તેણે તાજિકિસ્તાન, 2010માં વિયેતનામ અને 2018માં તાઈવાન સામે ત્રણ ગોલ કર્યા હતા. ભારતે આ ત્રણેય મેચ જીતી હતી. છેત્રી પહેલા પૂરન બહાદુર થાપા અને આઈએમ વિજયને ભારત તરફથી પાકિસ્તાન સામે હેટ્રિક ગોલ કર્યા છે
પાક.ટીમ એક પણ ગોલ ન કરી શકી
ભારત માટે સુનીલ છેત્રીએ 10મી મિનિટે અને ત્યાર બાદ 16મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. બીજા હાફમાં સુનિલ છેત્રીએ 74મી મિનિટે ગોલ ફટકારીને હેટ્રિક પુરી કરી હતી. તે પછી ઉદંતા સિંહે 81મી મિનિટમાં ગોલ કર્યો હતો. પાકિસ્તાનની ટીમ આ મેચમાં એક પણ ગોલ કરી શકી નહોતી.
Skipper Sunil Chhetri nets hattrick as India beat Pakistan 4-0 in SAFF Football tournament
— Press Trust of India (@PTI_News) June 21, 2023
ભારત આઠ વખત જીતી ચૂક્યું છે ટાઈટલ
14મી એસએએફએફ ચેમ્પિયનશિપને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ એમાં કુવૈત, નેપાળ અને પાકિસ્તાનની સાથે રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં લેબનોન, માલદીવ, ભૂટાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ભારત આઠ વખત એસએએફએફ કપનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યું છે.