જૂનાગઢ જિલ્લાના વિસાવદર કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ત્રણ કરોડ છ લાખ એસી હજાર ત્રણસો આઠ અને ચોર્યાસી પૈસાના 382 કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ કરાયો. વિસાવદરના કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ. શ્રીમાળીની ઉપસ્થિતીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં લીટીગેશન અને પ્રિલિટીગેશન સહિતના કુલ રૂપિયા કુલ ત્રણ કરોડ છ લાખ એસી હજાર ત્રણસો આઠ અને ચોર્યાસી પૈસા પુરાના 382 કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને 382 કેસોનો ન્યાયિક નિકાલ થતાં લોક અદાલતનું 100% પરિણામ પ્રાપ્ત થયુ હતું.જેમાં સ્પેશિયલ સિટિંગમાં 109 કેસમાં રૂ. 3,17,000/-નો બન્ને કોર્ટનો મળી દંડ વસુલ લેવામાં આવેલ હતો. જેમાં ચાલુ 273 કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા અન્ય પ્રિલિટીગેશન કેસો મળી કુલ 382 કેસોનો નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતું. આ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ કમલેશ જોશી, વિજય જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, ભાસ્કરભાઈ જોશી, નયનભાઇ જોશી, અશ્વિનભાઈ દુધરેજીયા, સમીરભાઈપટેલ, આર.જે.ધાધલ, યુ.બી.દાહીમાં, એચ.કે.સાવલિયા તથા સ્ટેટ બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા તથા પી.જી.વી.સી.એલની બન્ને કચેરીના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા.
વિસાવદર કોર્ટમાં લોક અદાલતમાં 382 કેસનો ઐતિહાસિક નિકાલ
Follow US
Find US on Social Medias