પ્રત્યેક વોટ માટે પ્રતિબદ્ધતા: ઘરે ઘરે પહોંચ્યું ચૂંટણીતંત્ર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ભારતીય ચૂંટણી પંચ એક પણ નાગરિક મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે. 87- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ 85+ વય ધરાવતા વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગોના મત લેવા માટે આજે ચૂંટણીતંત્ર ઘરે ઘરે પહોંચ્યું હતું.
- Advertisement -
વિસાવદર વિધાનસભા મતવિસ્તારના 85 થી વધુ વય ધરાવતા 96 વરિષ્ઠ નાગરિકો અને 35 દિવ્યાંગોએ પોતાના ઘરેથી જ મતદાન એટલે કે હોમ વોટીંગ કર્યું હતું. આ માટે તંત્ર દ્વારા રુટ પણ નક્કી કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ હોમ વોટીંગ દરમિયાન ખાસ મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તેની પણ વિશેષ કાળજી લેવા સૂચના આપી હતી. હોમ વોટીંગની સુવિધા માટે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોએ ઘર બેઠા મતદાન કરવા માટેનું ફોર્મ રજૂ કર્યું હતું. જે પૈકી 131 મતદારોએ હોમ વોટીંગ કર્યું હતું. હોમ વોટિંગ માટે ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ અને બીએલઓની ટીમો બનાવવામાં આવી હતી. આ સમગ્ર વોટિંગ પ્રક્રિયાની વીડિયોયોગ્રાફી પણ કરવામાં આવી હતી.