આગામી લોકસભાની ભાજપને ગુજરાતની 26માંથી 26 સીટ અને ભારતમાં 404+ બેઠકો મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
ત્રીજી ટર્મમાં મોદી સરકારે દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નાખશે
ભારતના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનવ સુખાકારી અને સર્વક્ષેત્રિય વિકાસના આદર્શ પુરૂષ છે. મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારે ગુજરાત અને દેશભરમાં અભુતપુર્વ વિકાસ કર્યો છે, જેની વિદેશોમાં પણ પ્રસંશા થાય છે. નરેન્દ્રના જીવનમાં નિષ્ફળતાને કોઇ સ્થાન નથી. સક્ષમ રાજપુરૂષ છે. ગુજરાત અને દેશના 22 વર્ષના અધિકૃત શાસનમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવે એવુ દાયીત્વ નિભાવ્યુ છે. ભારત સહિત વિશ્ર્વભરમાં કોમી એકતાની મોદીજીની મહેચ્છા સમયોચિત અને આવકાર્ય છે. આખો દેશ કહી રહ્યો છે કે,”અબ કી બાર મોદી સરકાર” આગામી ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે.
લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં, ગુજરાત ભારતના રર વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષને સંગઠિત અને લોકપ્રિય કર્યો છે, તેમની અનેક સિધ્ધિઓ, વિકાસ કાર્યો અને પક્ષના સંપ અને શિસ્તથી દેશની જનતા પ્રભાવિત છે, આગામી લોકસભાની ચૂંટણીમાં દેશની કદરદાન જનતા ભાજપ તરફી વધુ મતદાન કરેલ છે, એમા કોઇ શંકાને સ્થાન નથી. આઝાદી પછી મુસ્લીમ મતદારોનો અમુક વર્ગ હંમેશા મતદાનથી વિમુખ રહ્યો છે, આ વર્ગ પણ હવે જાગૃત થયો છે. નરેન્દ્રભાઈ મોદીના કોમી એકતાના ખ્યાલને સાકાર કરવા આ નવા મુસ્લીમ મતદારો ભારત તરફે મતદાન કરેલ છે એવો સમગ્ર ભારતના મુસ્લીમ સમાજનો સર્વમતે અભ્યાસ છે.
નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનમાં લોકો પ્રસન્ન થાય એવા અનેક યાદગાર કાર્યો કર્યા છે, જેમા તાજેતરમાં ભગવાન રામની પ્રાચી નગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ત્રણ દાયકા પહેલા કરેલો સંકલ્પ તેમણે પુરો કર્યો છે, ભગવાન રામ પુનરાગમનથી દેશની જનતાએ નરેન્દ્રને લાખ લાખ ધન્યવાદ આપ્યા છે. આ સંદર્ભમાં નરેન્દ્રના હ્દય ઉદ્ગારો છે કે, કાળચક્ર બદલાય રહ્યુ છે, હજારો વર્ષ પછી આપણા આ રામમંદિર નિર્માણને તત્કાલીન યુગના લોકો યાદ કરશે.
- Advertisement -
આવુ જ એક ઇતિહાસના પાને લખાય એવુ કામ નરેન્દ્રએ સૌરાષ્ટ્રમાં કર્યુ છે. ભગવાન કૃષ્ણની ભુમિ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તીર્થધામ બે દ્વારકાને જોડતા દેશના સૌ પ્રથમ વક્રઆકારના સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની સુવિધા સાથેના દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રીજ સુદર્શન સેતુ નાગરિકોને અર્પણ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશના કૃષ્ણપ્રેમી દર્શનાર્થીઓના થી મોદી એ દીલ જીતી લીધા છે. મોદીજીનુ આ ૠણ લોકો દેશની જાહેર ચૂંટણીઓમા ભૂલે ખરા ? ના ભૂલે.
મોદીજીએ તેમના ગુજરાતના શાસન દરમ્યાન એક અદભૂત ઐતિહાસિક કાર્ય કર્યું છે, ગુજરાતના કેવડીયા પાસે તેમને ભારત દેશના પ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભ પટેલની પ97 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને દેશ વિદેશના પ્રવાસીઓ માટે ફરવાના સ્થળનુ નિર્માણ કર્યુ છે. આ તમામ બાબતે અભ્યાસ એ ઉકેલ માટે મનોમંથન કરીને નરેન્દ્ર મોદીએ ર002 ની સાલથી જાહેર જીવનમાં સક્રિયતાપૂર્વક પ્રવેશ કર્યો, તેવો પ્રથમ ચૂંટણી રાજકોટથી લડયા, રાજકોટે 45 હજાર મતે મોદીનુ રાજકીય ભાવિ ઘડયુ, તેમના આ પ્રથમ ચૂંટણી વિજયને રર વર્ષ પૂર્ણ થયા. સન-ર014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી દેશના વડાપ્રધાનના સર્વોચ્ચપદે છે.
આજે તેમની દ્રષ્ટી, કાર્યપધ્ધતિ અને લોકસેવાને કારણે વિશ્વભરમાં તેમનું નામ ગુંજી રહ્યુ છે. હવે તેમને કોઇ પણ ચૂંટણીમાં પરાજીત કરવા શક્ય નથી, ભાજપ આ એક વ્યકિતની પ્રતિભાનો પક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કેન્દ્રના શાસનની બીજી ટર્મના છેલ્લા સંબોધનમાં વિશ્વાસ વ્યકત કરતા કહ્યુકે, આગામી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે, બે ટર્મનુ પ્રજાલક્ષી શાસન, અનેક વિકાસ કાર્યો ભાજપના વિજયના ભાવિ પરિબળો છે, આજે આખો દેશ કહી રહ્યો છે કે, “અબ બી બાર મોદી સરકાર” દેશનો મિજાજ જોતા મને વિશ્વાસ છે કે, આગામી લોકસભાની ભાજપને ગુજરાતની 26માંથી 26 શીટ અને ભારતમાં 404+ બેઠકો મળશે. તેમણે સંબોધનમાં ઉમેરતા કહ્યુ કે, ભાજપ શાસનની ત્રીજી ટર્મ તો કાર્યક્રમ ખૂબ જ મહત્વનો રહેશે, એમા દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નખાશે. દેશના ભાજપ આગેવાનો અને ભાજપ પક્ષની કેન્દ્રીય કેબીનેટ સમક્ષ નરેન્દ્રનુ આ સંબોધન ધારણા મુજબનુ પરિણામલક્ષી રહેશે.
એવી સૌ પક્ષ સહયોગીઓએ આશા વ્યકત કરી હતી.
નરેન્દ્ર મોદીનું વિશાળ અને નિર્ભેદ માણસ છે, તેમની માનસિકતામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી, તેનુ દર્શન તાજેતરમાં જ અબુધાભીમાં વિશ્વની પ્રજાને થયુ. અહિ તેમણે પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલ્લુ મકયુ. 700 કરોડમાં આરબ પ્રદેશ અબુધાબીમાં તૈયાર થયેલ આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌધ્ધ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ હિન્દુ મંદિર માટે મુસ્લિમ સમાજે જમીન દાન આપી, પારસી ગૃપ કંપની દ્વારા નિર્માણ, મંદિર બાંધકામના આર્કિટેક ખ્રિસ્તી, મંદિરના વહીવટી મેનેજર શીખ અને સમગ્ર ફાઉન્ડેશનની ડિઝાઇન એક બૌધ્ધે કરી છે. આ મંદિર “હિન્દુ મંદિર” તરીકે ઓળખાય છે.
અમોએ ગુજરાતની વિધાનસભાની સીટ 140+ આવવાની પ્રેસનોટ ગુજરાત વિધાન સભા-ર0રર ચુંટણીના ડીકલેરેશન પહેલા જ આપી દીધેલ અને તે સમયે 156 સીટ આવેલ અને ભારતના લોકપ્રિય યશશ્ર્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ના નેતૃત્વમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની બહુમતી વાળી સરકાર બનેલી છે.
ત્રીજી ટર્મમાં મોદી સરકારે દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નાખશે