134 બાળકોએ આંગણવાડીમાં ઉત્સાહભેર પ્રવેશ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટાઉમવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે આર.ટી.ઓ. અધિકારીશ્રી કે.એમ. ખપેડની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અન્વયે ગોંડલ ઘટક 1માં 73 કુમાર અને ક્ધયા 61 એમ કુલ મળીને 134 બાળકોએ આંગણવાડીમાં ઉત્સાહભેર પ્રવેશ કર્યો હતો. આ અવસરે આંગણવાડીમાં નવા બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું, જેમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોના થતાં વિકાસને ધ્યાનમાં રાખી તેનું અવલોકન કરવા માટે સરકાર તરફથી વિનામૂલ્યે જ્ઞાનપુંજ કીટ આપવામાં આવી હતી. આ કીટમાં મારી વિકાસયાત્રા, ચિત્રપોથી, રમત-ગમત ભાગ-1 સહિતની વસ્તુઓનો સમાવેશ કરાવામાં આવ્યો હતો. જેનાથી બાળકોના વિકાસનો પાયો મજબુત બને છે. ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના ત્રણ થી છ વર્ષના તમામ બાળકોને યુનિફોર્મનું વિતરણ કર્યું હતુ.