દિલ્હી, મુંબઈ, ઓરિસ્સા સહિતના રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન: દૈનિક પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચ્યો
દેશમાં કોરોના સંક્રમણની સતત વધી રહેલી રફ્તાર ચિંતા વધારી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 16167 નવા કેસ મળ્યા છે. જો કે એક દિવસ પહેલાંની તુલનાએ નવા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે પરંતુ દૈનિક પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચી ગયો છે. આ દરમિયાન 15549 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ગયા છે.
- Advertisement -
સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યારે 1,35,510 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યારે કોરોનાના કેસ વધવા મામલે દિલ્હી, મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીર, ઓરિસ્સા સહિતના રાજ્યો ચિંતા વધારી રહ્યા હોવાથી ત્યાં કોરોના કેસ ઘટાડવા માટે રાજ્યની સાથે જ કેન્દ્ર સરકારે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.
#COVID19 | India reports 16,167 fresh cases and 15,549 recoveries in the last 24 hours.
Active cases 1,35,510
Daily positivity rate 6.14% pic.twitter.com/qHzvPun1FO
- Advertisement -
— ANI (@ANI) August 8, 2022