રાજકોટ શહેરમાં સોમવારે નવા 8 કેસ નોંધાયા છે. તેમજ 4 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી 61 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63921 પર પહોંચી છે. 8 કેસમાં 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 20 દિવસ બાદ રવિવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.
શહેરમાં આ વિસ્તારોમાં નોંધાયા 8 કેસ મનપાના જણાવ્યા અનુસાર જે નવા કેસ આવ્યા છે જેમાં પેલેસ રોડ પર રહેતા 7 વર્ષના બાળક અને ડ્રીમ સિટીમાં રહેતા પ્રૌઢને અગાઉ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યાનું નોંધાયું છે.
- Advertisement -
વોર્ડ નં.13માં હરિદ્વારપાર્કમાં રહેતા 55 વર્ષીય પ્રૌઢ હરિદ્વાર ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી કે કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી.