ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના રંગપર ગામે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજીને ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે અને સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. રંગપર ગામે યોજાયેલ લોકદરબારમાં જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા જીલ્લા પોલીસ વડાએ સમજ આપી હતી. આ લોકદરબારમાં ડીવાયએસપી પી એ ઝાલા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એ વાળા અને પ્રો. પીઆઈ સોલંકી સહિત આશરે 150 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.