વિદ્યાર્થીઓએ પરિવાર, પડોશીઓમાં મતદાન જાગૃતિ માટે 100 ટકા મતદાનના શપથ લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં 7મેના મતદાન છે. ત્યારે હાલ વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારે મતદાન જાગૃતિ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ખાતે 500 જેટલા વિદ્યાર્થીઓએ પરિવારજનો અને અન્ય લોકોને મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. શાળાનાં મેદાનમા ‘ટઘઝઊ’ની વિશાળ માનવ આકૃતિ રચી હતી. મતદાન જાગૃતિનો આ પ્રયાસ અદભૂત રહ્યો હતો.
“અમે, ભારતના નાગરિકો, લોકશાહીમા સપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે, આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશુ અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂટણીમા અમારા મતાધિકારનો ઉપયોગ કરીશુ.”
રાજકોટની એસ.વી. વિરાણી હાઈસ્કૂલમાં લોકશાહીનુ મોટું પર્વ એવી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટ પશ્ચિમ કચેરી તથા સ્વીપ કાર્યક્રમ મતદાન જાગૃતિના ભાગરૂપે બાળકો જવાબદાર નાગરિક બને અને દેશની ઉન્નતીમાં પોતાનું જરૂરી યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશનો પ્રત્યેક નાગરિક ભારતીય બંધારણે આપેલા મતદાન અધિકારનો ઉત્સાહભેર ઉપયોગ કરી મતદાનની પોતાની આવશ્યક ફરજ નિભાવે તેમજ પોતાના કુટુંબના તથા આસપાસના પ્રત્યેક મતદાર ફરજિયાત મતદાન કરે તે અંગેનો અનુરોધ કરવામાં આવ્યો હતો.