અપેક્ષા પંડ્યા, તેજસ શિશાંગીયા અસુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા અને ક્રિષ્નણપાલસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ભવ્ય અને અનેરું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના હૃદય સમી નવરાત્રીના આયોજનોમાં તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે. આયોજકો પ્લે ગ્રાઉન્ડ-સુરક્ષા વ્યવસ્થા વગેરે માટે તૈયારીઓ કરી રહ્યા હોય ત્યારે નવરાત્રીમાં સ્ટેજ અને કલાકારોનું આગવું મહત્વ હોય છે. સહિયર ક્લબ સંગીત અને કલાકારોની પસંદગીમાં હંમેશા પ્લસ પોઇન્ટમાં રહ્યું છે. રાજકોટના શ્રેષ્ઠ ગરબા ગાયક રાહુલ મેહતા સાથે ગુજરાતના યુવા વર્ગમાં લોકપ્રિય ગાયિકા અપેક્ષા પંડ્યા આ વર્ષે રાજકોટના ખેલૈયાઓને રાસે રમાડશે. તો સાથે મંચ સંચાલન-અંકેરિંગ-સિંગિંગ અને મ્યુઝિક અરેંજમેન્ટની જવાબદારી સતત 22 વર્ષથી તેજસ શિશાંગીયા સુપેરે નિભાવી રહ્યા છે.
વર્ષોના અનુભવ હોવા છતાં કલાકારોએ દર વર્ષે અથાગ પરિશ્રમ કરવો પડે છે. સહિયર રાસોત્સવમાં આ વર્ષે પણ શ્રેષ્ઠ સંગીત આપવા માટે ગ્રાન્ડ રિહર્સલ રાખવામાં આવ્યું હતું. જેમાં રિહર્સલની સંપૂર્ણ જવાબદારી અનુભવી અને કિંગ કહી શકાય એવા અનુભવી હિતેશ ઢાંકેચાએ નિભાવી હતી. તો વળી રવિ ઢાંકેચા, સાગર માંડલિયા, પાર્થ ઢાંકેચા અને કરણ ઢાંકેચા સાથે જોડાયા હતા.
ગાયિકા અપેક્ષા પંડ્યાએ રિહર્સલમાં નવી ક્રિએટિવીટી તથા સોરઠી ઉપરાંત ઉત્તર ગુજરાતના નવા ટેસ્ટના ગરબાની ઝલક બતાવી હતી. તેજસ શિશાંગિયાએ સુરમાં સુર પુરાવી નવા મધુબંસી અને છકડાના રાઉન્ડ માટે ખાસ તૈયારીઓ કરાવી હતી. ગણેશ સાઉન્ડ રોહિતભાઈ વડોદરીયાએ સાઉન્ડની સેવા આપી હતી. સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ આ તકે માતાજીના પ્રાચીન ગરબાઓ સૂચવ્યા હતા. તેમજ ક્રિષ્નાપાલસિંહ વાળાએ સનાતન સંસ્કૃતિને અનુરૂપ રુદ્રાષ્ટકમ અને શિવ તાંડવ સ્તોત્ર માટે સજેશન આપ્યું હતું. સહિયરના આયોજકો કૃષ્ણસિંહ જાડેજા અને વિજયસિંહ ઝાલા સહિતના મિત્રોએ કલાકારોની મેહનતને બિરદાવી હતી. નીતનવા ગરબા નો રંગ… શ્રેષ્ઠ સંગીત નો રાગ…જામશે સહિયરમાં…ભાવ વધારો થાય એ પૂર્વે આયોજકો દ્વારા ખેલૈયાઓને પાસ બુક કરાવવા જણાવાયું છે. તેમજ વધુ માહિતી માટે 312, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સ સામેનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.ને હિતેશ ઢાંકેચા દ્વારા ગ્રાન્ડ રીહર્સલ સંપન્ન