ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય, વંથલી, માણાવદર, માંગરોળ, વિસાવદર મેંદરડા, માળીયા, ભેસાણ અને કેશોદ ખાતેની તાલુકા પંચાયત કચેરીઓમાં રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જુના ભંગાર અને વાહનોના નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા તિજોરી કચેરી ખાતે પણ આ પ્રકારે રેકર્ડ વર્ગીકરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત તા.4-11-23 સુધી જિલ્લાની સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ સહિતની કામગીરી હાથ કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓમાં રેકોર્ડ વર્ગીકરણ કામગીરી હાથ ધરાઈ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/જૂનાગઢ-જિલ્લામાં-સરકારી-કચેરીઓમાં-રેકોર્ડ-વર્ગીકરણ-કામગીરી-હાથ-ધરાઈ-860x387.jpeg)