જૂનાગઢ ખાતે ત્રીજી રાષ્ટ્રીય કક્ષાની ખડક ચઢાણ શિબિર યોજાઇ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ ખાતે ત્રીજી રાષ્ટ્રિય કક્ષાની ખડક ચઢાણ શિબિર યોજાઇ હતી. જેમાં શિબિરાર્થીઓએ ગિરનારમાં 1200 ફુટ ઉંચાઇ પર દૂર્ગમ પહાડીઓમાં ખડક ચઢાળ કર્યુ હતુ. આ સાહસિક ખડક ચઢાળ શિબિરમાં રાજસ્થાન-ગુજરાતના 27 શિબિરાર્થી ભાઇ-બહેનોએ જોડાયા હતા. આવી શિબિરોના માધ્યમથી યુવાનોનું મનોબળ મજબુત થવા સાથે સાહસની ભાવના વધે છે. રાજ્ય સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, અને કમિશનર, યુવક સેવા ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત રાષ્ટ્રિય કક્ષા ખડક ચઢાણ શિબિર તા. 29 માર્ચ થી 04 એપ્રિલ દરમિયાન ગિરનારનાં દુર્ગમ વિસ્તારોમાં યોજાઇ હતી. આ શિબિરમાં ગુજરાતનાં 25, રાજસ્થાનનાં – 02 શિબિરાર્થી ભાઇઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં 23 ભાઇઓ અને 4 બહેનો સામેલ હતા.
આ શિબિરમાં વિષય નિષ્ણાંત તરીકે કે.પી. રાજપુત, ભુતપૂર્વ પ્રિન્સિપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ અને નિરત ભટ્ટ પ્રતિનીધી ઇન્ડીયન માઉન્ટેનરીંગ ફાઉન્ડેશન, નવી દિલ્હી, પ્રશિક્ષક મનિષ પરમાર, માનદ ઇન્સ્ટ્રક્ટર માઉન્ટ આબુની સેવાઓ લેવામાં આવેલ હતી. આ શિબિરનાં સમાપન સમારોહમાં શિબિરાર્થી ભાઇઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવા માટે કર્નલ રાજેશ સિંઘ કમાન્ડિંગ ઓફિસર 8 ગુજરાત બટાલીયન એન.સી.સી. જૂનાગઢ તથા નાયબ માહિતી નિયામક, અર્જુન પરમાર,જિલ્લા યુવા વિકાસ અધિકારી, હિતેષ દિહોરા, કમલસિંગ રાજપુત, ઉપેન્દ્રસિંહ રાઠોડ, નિરત ભટ્ટ, મનિષ પરમાર, સેજલ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. સમાપના સમારોહમાં શીબીરાર્થી ગણેશ, મયુર પ્રજાપતિ, દિનેશ અને જલ્પા ભટ્ટે પ્રતિભાવ આપતા કહયુ કે, ગિરનાર પર રોક કલાઇમ્બીંગ જીવનનો રોમાંચક લ્હાવો છે. જે જીંદગીભર યાદ રહેવા સાથે જીવનમા આગળ વધવાની પ્રેરણા આપશે.



