ડ્રાઇવર અને અન્ય શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં કાર રિપેરીંગનાં નામે ડ્રાઇવર પાસેથી શખ્સ કાર લઇને છૂ થઇ ગયો છે. આ ઘટનાનાં પગલે કાર માલીકે ડ્રાઇવર અને અન્ય શખ્સ સામે વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
જૂનાગઢના જોશીપરામાં ગિરિરાજ રોડ પર અંબિકાનગરમાં રહેતા અને માળીયા હાટીના કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હરેશભાઇ અશોકભાઇ શર્મા (ઉ.વ.44) ની સ્વીફટ કારનો કાચ તૂટી ગયો હોવાથી તેમજ સર્વિસની જરૂર હોવાથી તેના જાણીતા ડ્રાઇવર રાકેશ ઉર્ફે બોબી ગોરધન હરિયાણી સાથે તા. 24-5-2022ના શોરૂમમાં રિપેરિંગ માટે મૂકી હતી. કાર લઇ જવા માટે ફોન આવતા હરેશભાઇ શર્માએ ડ્રાઇવર રાકેશ ઉફર્ર્ે બોબીને કાર લેવા મોકલ્યો હતો. અને 1500 રૂપિયા આપ્યા હતા.
બાદમાં તે કાર લઇ પરત ન આવતા હરેશભાઇએ ફોન કર્યો ત્યારે રાકેશ ઉર્ફે બોબીએ કાર લઇને હું નીકળી ગયો છું નીચે ઓઇલ ટપકે છે. તેથી એન્જીનની તકલીફ થશે.
તેમ કહ્યું હતું. આથી હરેશભાઇએ જે રિપેરિંગ કરાવવાનું થાય તે કરાવી લેવા કહ્યું હતું.
બાદમાં જે અજાણ્યા શખ્સને કાર બતાવી હતી. તે શખ્સે ડ્રાઇવર રાકેશ ઉર્ફે બોબીને કારમાંથી નીચે ઉતરી જવા કહેતા રાકેશભાઇ નીચે ઉતરી જતા અજાણ્યો શખ્સ કાર લઇ નાસી ગયો હતો. રાકેશ ઉર્ફે બોબીએ હરેશભાઇને વાત કરી હતી. બાદમા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. રાકેશ ઉર્ફે બોબી પાસેથી કાર ભયલું નામનો શખ્સ લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે હરેશભાઇ શર્માએ ડ્રાઇવર રાકેશ ઉર્ફે બોબી ગોરધન હરિયાણી અને ભયલું નામના શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.