જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રેન્જ ઝોનલ ઓફીસ આસપાસ પથ્થરોમાં પર્યાવરણ જતન સાથે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના સુંદર ચિત્રો બનાવામાં આવ્યા છે. ચિત્રો સાથે જંગલને બચાવવા માટેના ઉપયોગી વિવિધ સ્લોગન પણ લખવામાં આવ્યા છે.ભવનાથ તળેટીમાં મોટા મોટા પથ્થરોની એક લાઈન કરી પથ્થરોમાં કલર કરી ચિત્રો દોરવામાં અવાય છે. આ સુંદર ચિત્રોનું કલર કોમ્બિનેશન પણ અદભુત રીતે કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા આ પથ્થર પર સુંદર ચિત્રો બનાવી આવતા પ્રવસીઓને જંગલ બચાવો તેની સાથે પર્યાવરણ જતન અને વન્ય જીવોની સુરક્ષા કરો તેવા અનોખા સંદેશ સાથે પથ્થરો પર અલગ અલગ ચિત્રો બનાવી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને પર્યાવરણ બચાવવા અનોખો સંદેશ આપ્યો છે
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં પથ્થર ઉપર પર્યાવરણ જતન સાથે પ્રાણીના ચિત્રો બનાવાયા
Follow US
Find US on Social Medias