હવે તંત્ર વેજ ઝોન જાહેર કરવા કોની લાજ કાઢી રહ્યું છે?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને ભવનાથ તળેટી અને ગીરનાર હિન્દૂ ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે અને ભવનાથ તીર્થ પવીત્ર નગરીમાં નોનવેજ બનતું હોવાનો વિડીયો વાઇરલ થતા સાધુ સંતો અને શીવ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ભવનાથ તળેટી ના દત્ત ચોક પાસે જાહેરમાં નોનવેજ બનતા હોવાનો વિડીયો સામે આવતા હિન્દૂ ધર્મની આસ્થાને ઠેસ પોહચે તેવું કૃત્ય સામે પગલા ભરવા સંતો અને આગેવાનોની માંગ ઉઠી છે અને ભવનાથ તીર્થ ક્ષેત્રને વેજ જોન જાહેર કરવાની પ્રબળ માંગણી ઉઠી છે. ભવનાથ એક પવીત્ર ભુમી છે અને ગીરનાર હિન્દૂ ધર્મનું આસ્થાનું પવિત્ર કેન્દ્ર બિંદુ છે ત્યારે હિન્દૂ ધર્મ સાથે ખિલવાડ કરનાર કોઈ પણ વ્યક્તિ હોઈ તેને સાખી લેવામાં નહિ આવે તેવો સંતો અને ભક્તોમાંથી અવાજ ઉઠ્યો છે જયારે ભવનાથની પવીત્ર નગરીમાં નોન વેજ બનતો હોવાનો વિડીયો વાઇરલ થતા કમંડલ કુંડના મહંતે ખાસ ખબર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક સંતો ઘણા સમયથી વેજ જોન જાહેર કરવાની તંત્ર પાસે માંગણી કરી રહ્યું છે ત્યારે વિડીયો વાઇરલ થતા અમારી વેજ જોન માંગણી સત્ય સાબિત થઇ છે અને મહા શિવરાત્રી મેળામાં જે રીતે અમારી માંગણી છે કે, વિધર્મી લોકોની બગી અને બેન્ડ પાર્ટી સાથે સ્ટોલ હોવા ન જોઈએ તેની સાથે રવેડી માં જે ગૃહસ્થો ઘુસી જાય છે તેના કારણે ભવનાથની પવિત્રતા ભંગ થઇ રહી છે ત્યારે મહા શિવરાત્રીના પવિત્ર દિવસોમાં આવી ઘટના બને તે સનાતન ધર્મ માટે ખુબ દુ:ખની બાબત છે. જયારે આ વિડીયો વાઇરલ થતા શિવ ભક્ત ભુપત શેઠીયાએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દ્વારિકા નગરી, સોમનાથ અને હરિદ્વાર સહીત અને પવીત્ર ભૂમિ વેજ જોન જાહેર કરવામાં આવી છે ત્યારે ભવનાથની પવીત્ર નગરીને પણ વેજ જોન જાહેર કરવાની માંગ કરી હતી અને ગિરનાર પર 33 કોટી દેવતાનો વાસ છે અને પવીત્ર સ્થાનો આવેલા છે ભવનાથ ક્ષેત્રમાં બેન્ડ વાજા પણ બંધ થતા જોઈએ જેના કારણે ધ્વનિ પ્રદુષણ ફેલાવાના કારણે ગીરનાર જંગલમાં વસતા પશુ પંખી સહીત ને ખલેલ પોહચી રહી છે ત્યારે ધર્મ સાથે ખિલાવડ કરનાર તેને શાખી નહિ લેવાય ત્યારે આવી તમામ પ્રકારની પ્રવૃતિઓ બંધ થવી જોઈએ તેમ જણાવ્યું હતું.
- Advertisement -
ભવનાથ તીર્થ ક્ષેત્રને વેજ જોન જાહેર કરવા બાબતે સામાજીક આગેવાન અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર સાથે ભવનાથ ક્ષેત્રની પવિત્ર નગરીને ચાર વર્ષ પેહલા વેજ જોન જાહેર કરવાની અમારી માંગણી છે ત્યારે પવિત્ર નગરીને ધ્યાનમાં રાખીને તંત્રએ વેહલી તકે વેજ જોન જાહેર કરવું જોઈએ અને મનપા તંત્ર આડેધડ જે રીતે મંજૂરી આપી રહ્યું છે એવા સમયે કયારેક ઈંડાની લારી પણ ભવનાથમાં શરુ થઇ જશે એવા સમયે તંત્ર પાસે એવી અપેક્ષા રાખીયે કે તાત્કાલિક ધોરણે વેજ જોન જાહેર કરીને હિન્દૂ ધર્મની જે લાગણી દુભાઈ રહી છે તેવી પ્રવૃત્તિ સદંતર બંધ થવી જોઈએ. ભવનાથ દત્ત ચોક પાસે જાહેરમાં નોન વેજ બનતો હોવાનો વિડીયો વાઇરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે અને ખાસ ટીમ બનાવામાં આવી છે અને રોજ શિવરાત્રી મેળા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભવનાથમાં આવેલ દરેક જગ્યાએ ચેકીંગ કરવામાં આવશે અને જે વિડીયો વાઇરલ થયો છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે તેમ ભવનાથ પીએસઆઇ એમ.વી.રાઠોડે જણાવ્યું હતું.