ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 ના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની અપડેટ સામે આવી છે. ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે આજ(17 ફેબ્રુઆરી)થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ બપોરે 15:00 કલાકથી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે. હોલ ટિકિટમાં વિષય, માધ્યમ કે નામમાં કોઈ ભૂલ હોય તો તુરંત બોર્ડની કચેરીએ જાણ કરવી અનિવાર્ય છે.

- Advertisement -
તાજેતરની અપડેટ મુજબ, ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈને 18 માર્ચ 2026 સુધી ચાલશે. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રકમાં કેટલાક વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 4 માર્ચની પરીક્ષા હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 10 ની પરીક્ષા સવારના 10:00 થી 1:15 અને ધોરણ 12 ની પરીક્ષા બપોરના 3:00 થી 6:15 ના સેશનમાં લેવામાં આવશે.




