બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા 12ની જાહેર પરીક્ષાઓ તા.11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.