ગ્રીન પાર્ટસ પ્રોજેક્ટનો ઉદેશ્ય પોર્ટના પર્યાવરણીય મેનેજમેન્ટ લેવલનો વધારો કરવો, તેમજ પોર્ટ એરિયાની આસપાસના વાતાવરણની ગુણવત્તામાં સુધારો કરવો…
આ નીતિ “મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ” પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને આ રીતે ભારતમાં બનેલા જહાજોના કુલ ટનેજમાં 15 ગણો વધારો કરીને 2030 સુધીમાં અગ્રણી જહાજ નિર્માણ દેશ તરીકે ઉભરશે
- Advertisement -
ભારતમાં ગ્રીન ઇકોસિસ્ટમને પ્રમોટ કરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાં Maritime sector, International Maritime Organization(IMO), 2030 DCarbonization Strategy and Green House Gressis(GHG) Strategy, 2050 સમાવેશ થાય છે. જેમાં Maritime sectorએ મુખ્ય છે.
ભારતમાં ગ્રીન પોર્ટસ અને ગ્રીન શિપિંગના વિચારને સૌપ્રથમ કોચિન પાર્ટ ટ્રસ્ટએ Maritime India Vision(2030)ના ગ્રીન ઇનોવેશન હેઠળ ખુલ્લો મુક્યો હતો. જેનો મુખ્ય ઉદેશ છે કે, શિપિંગના સિફ્ટિંગને 2030 સુધીમાં સંપૂર્ણ રીતે સોલાર પાવર પર ચલાવવું.
પ્રોજેક્ટ ગ્રીન પોર્ટસ- 2016 : વર્ષ 2016માં ભારત સરકારના શિપિંગ મંત્રાલયે પ્રોજેક્ટ ગ્રીન પોર્ટસ શરૂ કર્યો. જે સમગ્ર ભારતના મુખ્ય બંદરોને સ્વચ્છ અને ગ્રીન બનાવવામાં મદદ કરશે, અને પર્યાવરણની દષ્ટિએ ટકાઉ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. પ્રોજેક્ટ ગ્રીન પાર્ટસના મુખ્ય બે ઉદેશો છે, 1) ગ્રીન પોર્ટલ પહેલ, 2) સ્વચ્છ ભારત અભિયાન. જેમાં પર્યાવર્ણીય પ્રદુષણની દેખરેખ માટે જરૂરી સાધનોનું સંપાદન, ધૂળ નિવારણ પ્રણાલી હસ્તગત કરવી, ગટર/કચરાના પાણીના શુદ્ધિકરણ, પ્લાન્ટ કચરાના નિકાલ માટેની પ્લાન્ટની સ્થાપના, નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે પ્રોજેક્ટ સ્થાપવા, ઓઇલ સ્પીલ રિસ્પોન્સની ખામીઓને પૂર્ણ કરવી, દરિયામાં લગભગ તમામ પ્રકારના કચરાના નિકાલ પર પ્રતિબંધ, બંદરના કચરાની ગુણવત્તામાં સુધારો કરવો, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ભારતના મિન્સ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા 70%ના વેલ્યુ સાથે 95%નો વેપાર ભારત મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધીમાં 12 મુખ્ય, 205 નાના અને મધ્યમ પોર્ટ આવેલા છે. દેશના વિકાસ માટે સરગમમાલા પ્લાન હેઠળ 6 નવા મોટા પોર્ટ વિકસાવવામાં આવશે.વર્ષ 2020માં ભારતના મુખ્ય પોર્ટની કેપિસિટી 1,534.91 મિલિયન ટન પર એનમ છે. જે વર્ષ 2021માં 672.60 મિલિયન ટન કાર્ગો ટ્રાફિક થયુ.
- Advertisement -
ગ્રીન સસ્ટેનેબલ પોર્ટ: ગ્રીન સસ્ટેનેબલ પોર્ટને ઇકોલોજીકલ પોર્ટ પણ કહેવાય છે. આ પોર્ટ ફક્ત પર્યાવરણીય જરૂરિયાતોને પૂરી કરતું નથી, પરંતુ સોશ્યલ અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ પણ વધારે છે. બંદરોના આર્થિક અને સામાજિક વિકાસનો આધાર સંબંધિત કુદરતી પ્રણાલીની વહન ક્ષમતા કરતાં વધુ ના હોવા જોઇએ. ગ્રીન સસ્ટેનેબલ પોર્ટનો મુખ્ય ઉદેશ છે કે, બધા જ સંશાધનોનો યોગ્ય ઉપયોગ કરવો. પોર્ટની આસપાસના વાતાવરણ પર પડતી ખરાબ અસરને ઓછી કરવી, પર્યાવરણીય મેનેજમેન્ટ લેવલનો વધારો કરવો, તેમજ પોર્ટ એરિયાની આસપાસના વાતાવરણની ગુણવત્તામાં સુધારો કરવો.
અનુસંધાન પાના નં. 19
ભારતમાં બંદર પ્રવૃતિની પર્યાવરણીય અસર : પોર્ટ પર થતી શિપિંગની બધી જ પ્રવૃત્તિની સીધી અસર હવા તેમજ પાણીના પ્રદુષણમાં વધારો કરે છે. શિપિંગને લગતી પ્રવૃતિઓ જેવી કે, લાઇટીંગ, હિટીંગ, વેન્ટીલેશન, કુલિંગ, ટેન્કર લોડિંગ, અપલોડિંગના આધારે હવાના પ્રદુષણમાં વધારો થાય છે. શિપમાં થતા ઓઇલ અને મોટર ફ્યુલ લિકેજથી પાણી પ્રદુષિત થાય છે. શિપમાં રહેલા ટેન્કરમાંથી કેમિકલ ઢોળાવાના કારણે પાણી પ્રદુષિત થાય છે. શિપના નીચેના ભાગની યુટિલિટી લાઇફ વધારવા માટે પેઇન્ટ કરવામાં આવે છે, જે સતત પાણીમાં રહે છે, જેથી પ્લાસ્ટિક પેઇન્ટનું કેમિકલ પાણીમાં ભળીને પ્રદુષિત કરે છે.
Maritime India Vision-2030
ભારતીય મેરીટાઇમ સેક્ટરને ઓવરહોલ કરવાના ઉદેશ્ય સાથે 10 વર્ષની બ્લુ પ્રિન્ટસ તેમજ પોર્ટ પ્રોજેક્ટમાં 3 લાખ કરોડના રોકાણની આશા છે. જેના બદલામાં 20 લાખ વ્યક્તિઓ માટે રોજગારીનું સર્જન થઇ શકે છે. વર્ષ 2020માં સરકારે ભારતીય બંદરો પર ભારતીય કાર્ગોના ટ્રાન્સશિપમેન્ટ વોલ્યુમને 25%થી વધારીને વર્ષ 2030 સુધીમાં 75% સુધીના વધારો કરવાની યોજના ધરાવે છે. ભારતીય બંદરોને વર્ષ 2021 સુધીમાં સરળ અને ડિજીટલાઇઝેશન કરવા માટે એન્ટરપ્રાઇઝ બિઝનેસ સિસ્ટમ (ઊઇજ) લાગુ કરવી, ઓનલાઇન ચુકવણી સહિત 100% પેપરલેસ પ્રક્રિયાઓ અમલમાં મુકવા માટે નેશનલ મરીન લોજિસ્ટિકસ પોર્ટલ વિકસાવવું અને એકીકૃત શિપ ઇનો અમલ કરવો. આ નીતિ “મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ” પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને આ રીતે ભારતમાં બનેલા જહાજોના કુલ ટનેજમાં 15 ગણો વધારો કરીને 2030 સુધીમાં અગ્રણી જહાજ નિર્માણ દેશ તરીકે ઉભરશે. જેમાં પસંદ કરેલા 12 બંદરો પર ક્રુઝ ટર્મિનલ વિકસાવીને ક્રુઝ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધારવા ઉપરાંત દરિયાઇ ક્ષેત્રના હિસ્સેદારોને ઓછા ખર્ચ, લાંબા ગાળાના ભંડોર પુરૂ પાડવા માટે મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડ સ્થાપવાની વિચારણા ચાલી રહી છે. આ નીતિ ભારતને તેમનું હોમ પોર્ટ બનાવવા માટે વૈશ્વિક ક્રુઝ લાઇનર્સને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે અને વૈશ્વિક ધોરણો સાથે સમકક્ષ તાલિમ અને વિકાસ ક્ષમતાઓને વધારવા માટે દરિયાઇ સંસ્થાઓને મજબૂત કરવા પર ભાર મૂકે છે. જેનાથી ક્રુઝમાં ભારતનો હિસ્સો હાલમાં 12%થી વધારીને 20% વધુ કરવા પર ભાર મુકાશે.
તેમજ તેના પ્રાદેશિક જોડાણ સાથે આંતરરાષ્ટ્રીય દેશો જેવા કે બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને મ્યાનમારથી પરિવહન ખર્ચ ઘટાડવા માટે પૂર્વીય જળમાર્ગો કનેક્ટીવિટી ટ્રાન્સપોર્ટ ગ્રીડના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
ભારતમાં ગ્રીન પોર્ટ વિકસાવવા માટે મહત્વની કામગીરીઓ:
સૌર પાવરનો ઉપયોગ – શિપિંગ કંપનીઓની પ્રોડક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટ ખર્ચને ઘટાડવા માટે આ મહત્વપૂર્ણ રસ્તો છે. બંદરના જમીન પર થતી પ્રવૃતિઓ કરતાં બંદરોમાં જહાજોમાંથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાની સંભાવના વધુ છે.
વીજળી-સંચાલિત – પોર્ટમાં વીજળી સંચાલિત કામગીરીની વૃદ્ધિના વપરાશને ઘટાડવામાં મદદરૂપ બનશે. ઘણા બંદરો પોર્ટ પર જ કોમ્પ્લેક્સમાં બર્થ કરેલા પાવર યુનિટમાં ડોકિંગ જહાજોને પ્લગ-ઇન કરવાની મંજુરી આપે છે. જનરેટરમાંથી પાવર ખેંચવાની જરૂરિયાત ઘટાડે છે, બળતણનો વપરાશ ઘટાડે છે.
ઓછા કે શૂન્ય ઉત્સર્જન ઇંધણ – જહાજો માટે નવીનીકરણીય ઇંધણ, કાર્ગો હેન્ડલિંગ સાધનો, અથવા બિઝનેસ મોડેલ તરીકે સ્ટોરેજ, જનરેશન અને ટ્રાન્સપોર્ટેશન તમામ એવા ક્ષેત્રો છે, જ્યાં ઓછી અને શૂન્ય ઉત્સર્જન ઇંધણ અસર કરી છે. ગ્રીન હાઇડ્રોજન શૂન્ય ઉત્સર્જીન છે, જે પુન:પ્રાપ્ય વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. બ્લુ હાઇડ્રોજન કોલસા દ્વારા ઉત્પન્ન થાય. જેના કાર્બન ઉત્સર્જનને સુરક્ષિત અને સંગ્રહિત કરવામાં આવે છે.
ઇન્ટરમોડેલ– ઘણા લોકોએ ઉદ્યોગમાં પોર્ટ કાર્બન વપરાશ ઘટાડવા માટે ટ્રકિંગના વિરોધમાં ઇન્ટરમોડલ ક્રેઇટ સોલ્યુશનમાં રોકાણને હાઇલાઇટ કર્યુ છે.ક્ધટેઇનર બંદરો માટે ઇન્ટરમોડલ વેપાર વધુ મહત્વપૂર્ણ બનશે.
થિંક પોસ્ટ: દુનિયાનો સૌથી મોટો રોડ નેટવર્ક ભારતની પાસે છે, જે લગભગ 1.9 મિલિયન માઈલને એક બીજા સાથે જોડે છે.