જિલ્લામાં 3103 જેટલા બેનરો પોસ્ટર, દીવાલ પેઇન્ટીગ સહિતની પ્રચાર સામગ્રી દૂર કરાઈ
આચારસંહિતા લાગુ થતા વિવિધ જગ્યાઓ પરની પ્રચાર સામગ્રીઓ હટાવવાની કામગીરી કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ આચારસહિતનો ચૂસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લામાં વિવિધ જગ્યાઓએ લગાવેલી પ્રચારાત્મક સામગ્રીઓને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી જાહેર મિલકત પરથી 1,687 અને ખાનગી મિલકત પરથી 1,416 જેટલા બેનરો, પોસ્ટર દિવાલ પેન્ટીગ સહિતની પ્રચારાત્મક સામગ્રીઓને દૂર કરવામાં આવી છે.અને જિલ્લામાં પ્રચારાત્મક લખાણો-રેખાંકનોને ભૂંસવાની/મિટાવવાની કામગીરી પણ કરવામાં આવી છે.