કેન્દ્ર સરકારના 2025-26 બજેટ જોગવાય અનુસાર ધિરાણની માંગ
બેંકમાં ધિરાણ માટે અંગેનો પરિપત્ર અમલ કરાવવાની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે બજેટમાં ખેડૂતોને ધિરાણ આપવાની રકમમાં વધારો કરતી જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી તેની અમલવારી શરૂ થઇ નથી. હાલ ખેડૂતોએ લીધેલા ધિરાણ નવા-જુના કરવાનો સમય શરૂ થઇ ગયો છે. ખેડૂતો બેંકમાં ધિરાણ માટે જાય તો સરકારે કરેલી જાહેરાત અંગેનો કોઇ પરિપત્ર આવ્યો નથી જેના કારણે અગાઉ જેટલી રકમ મળતી હતી તેલી જ આપવામાં આવશે તેવુ કહી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા વર્ષ-2025-26નું બજેટ બહાર પાડવામાં ાવ્યુ તેમાં ખેડૂતોને ખેતી ઉપર 0 ટકાએ 3 લાખ સુધીનું પાક ધીરાણ મળે છે તેને વર્ષ 2025માં પાંચ લાખ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે અને તેની રકમ ફાળવી આપી છે તેવો દાવો ભારતીય કિસાન સંદ્વા કરવામાં આવ્યો છે. સરકારની જાહેરાત મુજબ ખેડૂતો ખેડૂતો બેંકમાં ધીરાણ માટે જાય ત્યારે બેંકમાંથી આવો કોઇ પરિપત્ર થયો નથી તેવો જવાબ આપી ત્રણ લાખને બદલે પાંચ લાખનું ધીરાણ આપવામાં આવતુ નથી. આ અંગે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાની આગેવાનીમાં ખેડૂતો દ્વારા કેન્દ્રના નાણાંમંત્રીને સંબોધીને કલેકટર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. કિસાન સંઘની માંગણી છે કે, સરકાર દ્વારા તાત્કાલીક આ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવે, ખેડૂતોને પાક ધીરાણના જે નાણા આપવા માટેની જાહેરાત થઇ છે તે મુજબ તેની અલમવારી કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.