આ સ્થળે નિયમિત ટોઈંગ-વાનના આંટાફેરા અનિવાર્ય
અમિન માર્ગ નજીક આવેલા અક્ષર માર્ગ પર આવેલાં ટી પોસ્ટ કાફે પાસે બેફામ પાર્કિંગથી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. અહીં કોઈ નિયમોનું પાલન થતું નથી, બેફામ-આડેધડ પાર્કિંગના કારણે આ વિસ્તારનાં લોકોને તથા અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. આ સ્થળે નિયમિત ટોઈંગ વાન દ્વારા કાર્યવાહી થવી જોઈએ તેવી વિસ્તારના રહેવાસીઓની માંગ છે.