LPG ગેસના સિલિન્ડર અને એક વાહન સહિત 6.63 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ગેરકાયદેસર ખનનની સાથે અનેક પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાનું છતું થયું છે જેમાં પ્રાંત અધિકારીએ કોલસા અને સફેદ માટીના ગેરકાયદેસર ખનન પર દરોડા કર્યા ત્યાં થાનગઢ શહેરથી માત્ર પાંચેક કિલોમીટર દૂર નકલી ઘી બનાવવાનું કારખાનું સામે આવ્યું હતું જોકે હજુય થાનગઢ ત્રણેતર રોડ પર મંદિરના નામે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર પ્લોટ પાડીને લોકોને પધરાવી દીધાનું કૌભાડ તો બાકી જ છે ત્યારે હાલ પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ શહેરમાં નકલી એલ.પી.જી ગેસ સિલિન્ડરનું ગોડાઉન ઝડપી લીધું હતું આ ગોડાઉન પરથી 114 ગેસ સિલિન્ડર અને એક વાહન સહિત કુલ 6.63 લાખનો મુદામાલ ઝડપી સીઝ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર થાનગઢ શહેરના વગડીયા ચોકડી નજીક શંકાસ્પદ એલ.પી.જી ગેસ સિલિન્ડરનું ગોડાઉન ધમધમતુ હોવાની બાતમીને આધારે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દરોડો કરી તપાસ કરતા આ આખુંય ગોડાઉન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું જેથી પ્રથમ તો પ્રાંત અધિકારી દ્વારા ગોડાઉનમાં રહેલા એલ.પી.જી ગેસના સિલિન્ડરો જેમાં 36 ખાલી અને 78 ભરેલા ષફહિં કરાયા હતા આ સાથે સિલિન્ડરોની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતા એક બોલેરો કાર જીજે 13 એ ડબલ્યુ 4671 નંબર વાળી સહિત કુલ 6.63 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી સીઝ કર્યો હતો આ સાથે બોગસ રીતે ચાલતા ગોડાઉનની સીલ કરી ગોડાઉન ચલાવનાર સંચાલક ધ્રુવીન વીરેન્દ્રભાઈ વોરા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે છેલ્લા કેટલા સમયથી આ ગોડાઉન ધમધમતુ હતું અને આ ગેસ સિલિન્ડરો સેના માટે ઉપયોગ થતા હતા તે અંગેની પણ તપાસ હાથ ધરી છે.