આર્થર એશનું ટેનિસની રમતજગતમાં બહુ મોટું નામ છે. વિમ્બલ્ડનમાં એ વિશ્વ વિજેતા બનેલો હતો. 1983માં આર્થરને એઇડ્સ ડિટેક્ટ થયો. એઇડ્સ માટે એનું અસંયમિત જીવન નહીં પણ એના હૃદયના ઑપરેશન વખતે ચડાવવામાં આવેલું લોહી જવાબદાર હતું. આ એવો સમય હતો કે ત્યારે હજુ એઇડ્સથી દુનિયા બહુ પરિચિત નહોતી. આર્થર એશ મરણપથારીએ પડ્યો. એના લાખો ચાહકો એના માટે ભગવાનને પ્રાર્થના કરતા અને શુભેચ્છાના પત્રો લખતા. એક ચાહકે પત્ર લખ્યો જેમાં એણે લખ્યું હતું કે, તમારે ભગવાનને પ્રશ્ન કરવો જોઈએ કે, આ દુનિયામાં કરોડો માણસો વસે છે. આવા મહાભયંકર રોગ માટે તમે મને જ કેમ પસંદ કર્યો ? આર્થર એશએ તેના આ ચાહકને બહુ સરસ જવાબ લખીને મોકલ્યો. ભાઈ, તમારી શુભેચ્છાઓ બદલ આભાર. તમારા પ્રશ્નના જવાબમાં મારે એટલું જ કહેવું છે કે, આ દુનિયામાં લગભગ 5 કરોડ બાળકો ટેનિસ રમવાની શરૂઆત કરે છે. તેમાંથી 50 લાખ જેટલા બાળકો ટેનિસ રમી શકે છે; અને 5 લાખ જેટલા સારું રમી શકે છે. આ 5 લાખમાંથી 50,000 જેટલા પ્રોફેશનલી રમવા સક્ષમ બને છે તેમાંથી 5,000 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે છે. ગ્રાન્ડ સ્લેમ સુધી તો માંડ 50 પહોંચી શકે. સેમી ફાઇનલમાં ચારને જ તક મળે અને ફાઇનલમાં બે જ હોય અને તેમાં પણ વિશ્વવિજેતાનો ખિતાબ તો કોઈ એકને જ મળે. મને જ્યારે વિશ્વવિજેતાનો ખિતાબ મળ્યો, ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું કે, આ કરોડો લોકોમાંથી વિશ્વવિજેતા બનવા માટે તે મારી જ પસંદગી કેમ કરી ? તો અત્યારે હું ભગવાનને આવો સવાલ કેમ કરી શકું કે, આ રોગ માટે તે મારી જ પસંદગી કેમ કરી? સવળી સમજથી દુ:ખોની વચ્ચે પણ સુખની અનુભૂતિ શક્ય છે. મોરરિબાપુના આ શબ્દો યાદ રાખીએ, આપણી ઇચ્છા મુજબ થાય તો હરિકૃપા; અને ઇચ્છા મુજબ ન થાય ત્યારે હરિઇચ્છા.
હું ટૂંક સમયમાં જ મૃત્યુ પામીશ; એ વિચારોએ જ મને કંઈક જુદું અને મોટું કરવા માટે પ્રેર્યો છે
- Advertisement -
– સ્ટીવ જોબ્સ