કિંગ કોહલીએ તે પરિસ્થિતિ વિશે વાત કરી હતી જ્યારે તેઓ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અને તેને ટી20 અને ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દીધી હતી.
એશિયા કપ 2022 સીઝનમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેની જૂની લય પાછી મેળવી લીધી હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલની મેચમાં કોહલીએ આ ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી મેચ રમીને સતત બીજી અડધી સદી ફટકારી હતી. એ છતાં પણ ભારતીય ટીમ પાકિસ્તાન સામેની એ મેચ જીતી શકી ન હતી પરંતુ કોહલી તેના જૂના રંગમાં જોઈને તેના ફેન્સ ઘ્યાન ખુશ થઈ ગયા છે.
- Advertisement -
પાકિસ્તાન સાથેની એ રસાકસીવાળી મેચ પછી કોહલીએ પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું હતું. કિંગ કોહલીએ તે પરિસ્થિતિ વિશે વાત કરી હતી જ્યારે તેઓ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અને તેને ટી20 અને ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. . કોહલીએ જણાવ્યું હતું કે જ્યારે તેને ટેસ્ટની કેપ્ટન્સી છોડી હતી ત્યારે ફક્ત ધોનીનો મેસેજ આવ્યો હતો. આ સિવાય તેને કોઈએ પણ મેસેજ કર્યો ન હતો.
#WATCH | When I left Test captaincy, only MS Dhoni messaged me. A lot of people have my number, but no one messaged me. The respect and connection with him (MS Dhoni) is genuine… neither he is insecure about me, nor I am insecure about him…: Virat Kohli, Indian cricketer pic.twitter.com/kSTqAdfzs5
— ANI (@ANI) September 4, 2022
- Advertisement -
ધોની સિવાય કોઈનો મેસેજ ન આવ્યો
ગઇકાલે પાકિસ્તાન સામેની મેચમાં અડધી સદી ફટકાર્યા પછી કોહલીએ કહ્યું હતું કે, ‘જ્યારે મેં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી, ત્યારે માત્ર એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો અને તે હતો મહેન્દ્ર સિંહ ધોની. જે લોકો ટીવી પર પણ ઘણા લોકો સૂચનો આપે છે તેમાંથી ઘણા લોકો પાસે મારા નંબર છે પણ જેમની પાસે મારો નંબર છે તેમના કોઈ તરફથી મને કોઈ મેસેજ આવ્યો ન હતો. જ્યારે કોઈની સાથે કનેશન હોય અને એ સાચું હોય તો એ આવા સમયે દેખાય આવે છે. ‘
લોકો દુનિયા સામે જ સૂચનો આપે
આ સાથે જ કોહલીએ ખુલ્લેઆમ ટીકા કરનારાઓને પણ સારો જવાબ આપ્યો હતો. કોહલી એ કહ્યું હતી કે, ‘જો મારે કોઈને કંઈ કહેવું હોય તો હું વ્યક્તિગત રીતે કહીશ, જો મારે તેની મદદ પણ કરવી હશે તો અંગત રીતે કહીશ. જો તમે દુનિયા સામે સૂચનો આપો છો, તો એ મારા શું કામનું? જો તમે મારા કામ વિશે કંઈપણ કહેવા અથવા સૂચવવા માંગતા હો તો તમે મને વ્યક્તિગત રૂપે કહી શકો છો. હું મારું જીવન ઈમાનદારીથી જીવું છું એટલે મને આ બધી વસ્તુઓ દેખાય છે અને ખટકે પણ છે. હું એમ નથી કહેતો કે મને કોઈ ફરક નથી પડતો પણ હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું અને આ બધુ આપનાર ઉપરવાળો છે. જ્યાં સુધી હું રમીશ ત્યાં સુધી આવું જ રમીશ.’