ક્રોધ ઉપર કાબૂ મેળવવા માટે શું કરવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરો અલગ અલગ લોકો અલગ અલગ રીતે આપશે. મનોચિકિત્સકો ગોળી આપીને મનને શાંત કરશે, મોટિવેશનલ ગુરુઓ તમને નુસખાઓ બતાવશે, સંતો અને સદ્ગુરુઓ તમને જ્ઞાન અને સલાહ આપશે. આ બધા ઉપાયો કારગર નીવડી શકે છે.
ક્રોધને કાબૂમાં રાખવાનો શ્રેષ્ઠ રસ્તો મંત્ર-જાપ છે, પણ એ મંત્ર-જાપ માત્ર હોઠથી થયેલું પોપટિયું રટણ ન હોવું જોઈએ. દરેક શ્વાસની સાથે જો ઈશ્વરનું નામસ્મરણ વણાઈ જાય તો મહદંશે મનુષ્ય ક્રોધને જીતી શકશે.
પૂ. મોટા કહેતા હતા કે જેવી રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગેસ ધરતીની સપાટી ફાડીને બહાર નીકળે છે, એવા પ્રચંડ આવેગ અને દબાણથી મંત્ર-જાપ થવો જોઈએ. શરૂઆતમાં અડધો કલાક, કલાક ધ્યાનમાં બેસવાથી કે મંત્ર-જાપ કરવાથી બહુ અસર જોવા નહીં મળે, પરંતુ જો સાધક આ દિશામાં આગળ વધતો રહેશે અને જો એ અજપાજપની સ્થિતિને પામી શકશે તો અવશ્ય એનો ક્રોધ નિર્મૂળ થઈ જશે. આ સિદ્ધ મહાત્માઓનો સ્વાનુભવ બોલે છે.
અજપાજપની સ્થિતિને પામી શકશે તો અવશ્ય એનો ક્રોધ નિર્મૂળ થઇ જશે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/ANGER.jpg)