મોરબીના પૂર્વ સિરામિક એસો. પ્રમુખ નિલેશ જેતપરિયાની ઉદ્યોગકારોને ઉદ્યોગ બચાવવા માહિતી રજૂ કરાઇ
આવનારા સમયમાં સેનેટરીવેર્સ ઉત્પાદકો ટાઇલ્સની જેમ વૈશ્ર્વિક માર્કેટને ધ્યાનમાં લઇને ચાલશે તો આ ઉદ્યોગોને બચાવી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
મોરબીનો સિરામીક ઉધોગ આજે વૈશ્વિક માર્કેટમા વાજબી ભાવથી એકસપોર્ટ કરતો થયો છે અને તેમાય સિરામિક ટાઇલ્સનુ દુનિયાના તમામ દેશોમા એકસપોર્ટ થઇ રહ્યુ છે જેમા અમેરીકા, યુરોપ, અખાતના દેશો, રશીયા સહિત એશિયાઇ દેશોમાં એકસપોર્ટ કરી રહ્યુ છે જેમા ઉધોગકારોએ તે દેશામા ચાલતી પ્રોડકડ, ડીઝાઇન અને વૈશ્વિક ગુણવત્તા સાથે એકસપોર્ટ કરી રહી છે. પરંતુ આજે આપણે સેનેટરીવેર્સ ઉધોગ વિષે થોડી માહિતી રજુ કરવા જઇ રહ્યા છીયે. તાજેતરમા જ ગલ્ફના દેશોમા એન્ટીડંપીંગ ડયુટી નાંખવામા આવી છે અને તેના કારણે મોરબી અને થાનગઢથી ગલ્ફના દેશોમા નિકાસ કરનાર કંપનીઓને આની માઠી અસર પડી શકે છે , પરંતુ યુએઇમા સેપા (ઈઊઙઅ) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાના કારણે ત્યા હજુ નિકાસ યથાવત રહેશે ત્યારે ગલ્ફના અન્ય દેશો જેવા કે સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત , કતાર અને બેહરીનમા એન્ટીડંપીગ લાગવાનુ ટુંક સમયમા શરૂ થશે અથવા શરૂ થઇ ગયુ છે ત્યારે ઉધોગકારો માટે ચિંતાનો વિષય છે. આફતને અવસરમા પલટવાની તાકાત હંમેશા મોરબીના ઉધોગકારોમા રહી છે ત્યારે અમેરીકામાં સૌથી વધુ એક્સપોર્ટ ભારતમાથી થઇ રહ્યુ છે.
પરંતુ તે એક્સપોર્ટમા મુખ્યત્વે કોહલર જેમનુ એકસપોર્ટ આશરે 119 કરોડનુ છે ,બીજા નંબરે સેન્ટીની જે આન્ધ્રપ્રદેશમા તેનું ઉત્પાદન થાય છે અને ત્રીજા નંબરે ટોટો કંપની જાપાનની જેનુ ઉત્પાદન ગુજરાતમા થાય છે અને આ મલ્ટીનેશનલ કંપનીઓ જે ગુજરાતમા જ મોટાપાયે પોતાનુ ઉત્પાદન કરે છે અને અમેરીકા અને યુરોપના દેશોમા એક્સપોર્ટ કરી રહી છે ત્યારે મોરબીના ઉધોગકારો દ્વારા અમેરીકા અને યુરોપના માર્કેટમા ચાલતી પ્રોડકટ બનાવવા માટે જો સામુહીક પ્રયત્ન કરવામા આવે તો સેનેટરીવેર્સ ઉધોગ પણ ટાઇલ્સની જેમ મોટુ માર્કેટ મેળવી શકે તેમ છે કારણકે ત્યા ચાલતી પ્રોડક્ટસ ની ડીઝાઇન અને તેના સ્ટાન્ડર્ડ મુજબ માલ બનાવવો પડે અને તે બનાવવામા મોરબીની કવાલીટીનો કોઇ પ્રશ્ન નથી પરંતુ ત્યા ચાલતી ડીઝાઇન અને કનેકટીંગ ડાયમેન્સન મુજબ પ્રોડકટ બનાવવી પડે અને તેના માટે સામુહિક પ્રયત્નો થકી સફળ થઇ શકાય કારણ કે નવી પ્રોડકટ બનાવવા માટે મોલ્ડ બનાવવા પડે અને અમેરીકામા વધુ ચાલતા મોડલમા 8-10 મોડલમા જ 90% વેપાર છે અને દરેક ઉધોગકાર જો અલગ અલગ મોલ્ડ બનાવે તો ખર્ચ પણ વધે અને દરેક કંપનીની પ્રોડક્ટ પણ થોડીક ફરક રહે ત્યારે જો 8-10 પ્રોડક્ટસ ના સામુહીક મોલ્ડ બનાવવામા આવે અને અમેરીકામા નિકાસ કરવામા ઘણુ જ સરળ રહે અને એક નવુ માર્કેટ મોરબીના ઉધોગોને મળી શકે ત્યારે આવનાર સમયમા સેનેટરીવેર્સ ઉત્પાદકો ટાઇલ્સની જેમ વૈશ્વિક માર્કેટને ધ્યાનમા લઇને ચાલશે તો આ ઉધોગોને બચાવી શકાશે.
ભારતમાંથી સેનેટરીવેર્સનું એક્સપોર્ટ સૌથી વધુ અમેરિકામાં થાય છે
- Advertisement -
ભારતમાથી મુખ્યત્વે સેનેટરીવેર્સ એક્સપોર્ટ થાય છે તેમા સૌથી વધુ નિકાસ 186 કરોડનુ અમેરીકામા જ નિકાસ થઇ રહ્યુ છે અને બીજા નંબરે યુએઇ છે જેમા 121 કરોડનું નિકાસ કરવામા આવે છે ત્યારબાદ નેપાળમા 95 કરોડની નિકાસ અને ચોથા નંબરે જર્મની 77 કરોડનુ નિકાસ કરવામા આવ્યુ છે અને પાંચમા નંબરે છે સાઉદી અરેબીયા જેમા 73 કરોડની નિકાસ કરવામા આવ્યુ છે.