ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં ફરી એકવાર ઝૂકાવેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેવાડાનાં લા’વેગાસમાં શનિવારે આપેલાં ચૂંટણી પ્રચાર સંમેલનમાં યહુદીઓની સભાને સંબોધતાં કહ્યું હતું કે જો હું પ્રમુખ પદે ચૂંટાઈશ તો હજી સુધીમાં કોઇએ ન કર્યું હોય તેટલું રક્ષણ આપણા મિત્ર અને સાથી સ્ટેટ ઓફ ઇઝરાયલને આપીશ.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ તે સુજ્ઞા સમાજ અને જંગલિયત વચ્ચેનાં યુદ્ધ સમાન છે, શુભ અને અશુભ વચ્ચેનાં યુદ્ધ સમાન છે. ટ્રમ્પનાં આ વિધાનોને ઉપસ્થિત સર્વેએ તાલિઓ અને હર્ષનાદો સાથે વધાવી લીધાં હતાં. આ સાથે ટ્રમ્પે બાયડન ઉપર પણ પ્રહારો કરતાં કહ્યું હતું કે તેઓ આ યુદ્ધમાં મોળા પડે છે.
ટ્રમ્પે આ સાથે કહ્યું હતું કે, જો તેવો ફરી સત્તા પર આવશે તો 2020માં જેમ (પ્રમુખ પદે ચૂંટાયા પછી લગભગ તુર્ત જ તેમણે, ઇરાન, લિબીયા, સોમાલિયા, સીરીયા, યમન અને શરૂૂઆતમાંથી ઇરાક અને સુદાનમાંથી આવતા મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. તેવો જ પ્રતિબંધ ફરી મુકવાના છે. આ રીતે તેઓએ ઘણા ઘણા મુસ્લીમ દેશોને નિશાન પર લીધા હતા. રીપબ્લિકન જ્યુઇશ કોએલિએશને કરેલા સંબોધનમાં ટ્રમ્પે કહ્યું અમે કટ્ટરપંથી ઇસ્લામિક ત્રાસવાદીઓને આ દેશમાંથી દૂર જ રાખીશું. ડોનાલ્ડ-ટ્રમ્પ ઉપરાંત અમેરિકાના પ્રમુખ પદ માટે રીપબ્લિકન પાર્ટીમાં ઘણા ઉમેદવારો છે. તે પૈકી તમામ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના ટેકેદારો છે. તેઓ લેબેનોન સ્થિત હિઝબુલ્લાને વખોડી કાઢે છે. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પના પ્રતિસ્પર્ધક તેવા ફ્લોરિડાના ગવર્નર શેન ડીસેન્ટીએ પણ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયલ ઉપર કરાયેલા હુમલાને વખોડી કહ્યું હતું કે (ઇ.સ.પૂર્વે 2000માં) યહુદીઓ ઉપર થયેલા નૈસર્ગિક મહાવિનાશ પછી તેની ઉપર થયેલા વિનાશક હુમલાઓ પછીનો આ સૌથી પ્રચંડ મહાવિનાશ બની રહ્યો હતો.
પ્રમુખ બનીશ તો ઇરાન, સીરિયા અને ઇરાકના મુલાકાતીઓને આવવા નહીં દઉં: ડોનાલ્ડ ટ્રમ્પ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/6-43.gif)