રેલીમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને હેમંત સોરેનની પત્ની કલ્પનાએ હાજરી આપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.01
- Advertisement -
દિલ્હીના રામલીલા મેદાન ખાતે 31મી માર્ચ રવિવારના રોજ I.N.D.I.A લોકશાહી બચાવો બ્લોકની મેગા રેલી યોજાઈ હતી. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનની આ પ્રથમ મોટી રેલી છે. સોનિયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને હેમંત સોરેનની પત્ની કલ્પનાએ હાજરી આપી હતી.
ઉદ્ધવ ઠાકરે રેલીને સંબોધિત કરનાર પ્રથમ હતા. ઉદ્ધવે કહ્યું- કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલ અમારી બહેનો છે. જ્યારે અમારી બહેનો આ તાનાશાહી સરકાર સામે લડી રહી છે તો અમારા જેવા ભાઈઓ પાછળ કેવી રીતે રહી શકે. હું ભાજપને પડકાર આપું છું કે તે તેના બેનર પર લગાવે કે જે પક્ષ ભાજપ સાથે છે તે ED, CBI અને ITછે.
કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે રેલીને સંબોધતા કહ્યું- મોદીજીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા, શું તેમણે સાચું કર્યું? તેઓ તમારા કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં રાખી શકશે નહીં. તમારો કેજરીવાલ સિંહ છે. કરોડો લોકોના મનમાં વસે છે.
સુનીતા કેજરીવાલે જેલમાંથી અરવિંદે મોકલેલો મેસેજ પણ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલની 6 ગેરંટી વાંચી સંભળાવી. પ્રથમ- સમગ્ર દેશમાં 24 કલાક વીજળી. બીજું- ગરીબોને મફત વીજળી. ત્રીજું- દરેક ગામ અને વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ. ચોથું- દરેક ગામ અને વિસ્તારમાં ક્લિનિક, જિલ્લામાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ. પાંચમું- ખેડૂતો માટે MSP અને છઠ્ઠું- દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો.
- Advertisement -
તે જ સમયે, ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને કહ્યું – આજે અહીં એકઠી થયેલી ભીડ સાક્ષી આપી રહી છે કે તાનાશાહી દળોએ લોકશાહીને નષ્ટ કરવા માટે પગલાં લીધાં છે, તેનો અંત આવશે. આ ચૂંટણીમાં જનતા કરશે.રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા મેચ ફિક્સ કરી રહ્યા છે. તેઓ દેશના બંધારણને ખતમ કરવા માંગે છે. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે આ સરકાર (મોદી સરકાર) કોઈપણ પાર્ટીના ખાતા ફ્રીઝ કરે છે અને કોઈને જેલમાં મોકલી દે છે. તેઓ વિચારે છે કે તેઓ તેને લાકડીથી નિયંત્રિત કરી શકે છે. આ દેશ કોઈના બાપની સંપત્તિ નથી, આ દેશ 140 કરોડ લોકોનો છે.