રણવીર સિંહ નિવેદન આપતા સમયે પોતાને નિર્દોષ ગણાવી રહ્યા હતા. રણવીરે કહ્યું હતું કે તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહતો
ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીર સિંહે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. રણવીર સિંહે સવારે 7 થી 9:30 સુધી પોતાનું રેકોર્ડ કરાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ નિવેદન દરમિયાન પોતાને નિર્દોષ ગણાવી રહ્યા હતા. રણવીરે કહ્યું હતું કે તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહતો. સાથે એમ પણ કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે આટલી મુશ્કેલી ઊભી કરશે.
- Advertisement -
બે કલાક થઈ પૂછતાછ
રણવીર સિંહ તેની લીગલ ટીમ સાથે તેનું નિવેદન આપવા માટે માટે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે લગભગ બે કલાક સુધી રણવીર સિંહનું નિવેદન રેકોર્ડ કરીને નોંધ્યું હતું. પોલીસે રણવીરને 30 ઓગસ્ટ એટલે કે આવતીકાલે હાજર થવા માટે કહ્યું હતું પરંતુ રણવીર સિંહ એક દિવસ પહેલા જ પોલીસ પાસે પહોંચી ગયા અને તેનું નિવેદન આપી દીધું હતું. બે કલાકની પૂછપરછ દરમિયાન રણવીર સિંહ અને તેની લીગલ ટીમે પોલીસને ખાતરી આપી હતી કે તેઓ હજુ આગળની તપાસમાં પણ તેમને પૂરતો સહકાર આપશે.
Nude photoshoot controversy | Actor Ranveer Singh records his statement at Mumbai's Chembur police station.
(file photo) pic.twitter.com/xVa4lXO3uK
- Advertisement -
— ANI (@ANI) August 29, 2022
ફરિયાદ
રણવીર સામે IPC ની ધારા 509, 292, 294, આઈટી એક્ટ સેકશન 67A અંદર કેસ ફાઇલ થયો હતો અને તેમની સામે FIRનોંધવામાં આવી હતી. ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપતા એક NGO ચલાવનાર લલીત શ્યામે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એમની માંગ હતી કે સોશ્યલ મીડિયા પરથી આ તસવીરો હટાવી દેવી જોઈએ.
સમગ્ર મામલો
હાલમાં જ રણવીરે પેપર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી. જો કે રણવીર તેની અતરંગી સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ રણવીરના આ ફોટોએ એક અલગ જ ચર્ચા છોડી દીધી છે કારણ કે રણવીરે આ ફોટોશૂટ ન્યૂડ કરાવ્યું હતું. અભિનેતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે ન્યૂડ હતા અને અલગ-અલગ પોઝ આપી રહ્યા હતા.