લોકોએ તે વાત બરાબર સમજવાની જરૂર છે કે 95% રોગ માટે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે કોઈ સારવાર જ નથી
જેની કોઈ સારવાર નથી તેવા રોગ માટે આધુનિક તબીબો દર્દીઓને લાખો રૂપિયાની
દવા શા માટે લખી દે છે!
- Advertisement -
જેમ કે આપણી પોતાની ચિકિત્સા પદ્ધતિના નામે આપણી પાસે આયુર્વેદ છે તેમ દુનિયાના લગભગ દરેક દેશ પાસે પોતાનું પ્રાચીન ચિકિત્સા શાસ્ત્ર છે. ભલે આ તમામ શાસ્ત્રોમાં કોઈને કોઈ ત્રુટી હોય, પોતાની આગવી અપૂર્ણતા હોય તો પણ તે એક હકીકત છે કે સ્વાસ્થ્ય પ્રાપ્તિના ઉપાયો માટેની માનવીની ખોજ ખાસ્સી પ્રાચીન છે.
હજજારો વર્ષ પહેલાં પણ લગભગ દરેક દેશ પાસે રોગોના નિવારણ માટે પોતાના માર્ગ હતા અને તેમા તેઓ ખાસ્સા સફળ પણ રહેતા. તો પછી આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના આગમન બાદ ચિકિત્સા કેટલી વધુ ધારદાર બની?
આ પ્રશ્નનો ઉત્તર ખરેખર જ ઘણો નિરાશાજનક છે. તેના કારણો બહુ સીધા સાદા છે.
જરા વિચારો, શું શરદી ઉધરસ કે સામાન્ય તાવ માટે પણ આ કહેવાતા આધુનિક ચિકિત્સા વિજ્ઞાન એટલે કે એલોપથી પાસે કોઈ ફૂલ પ્રૂફ કાયમી ઉપચાર છે ખરો? આ પ્રશ્નનો જવાબ છે “ના!” શરદી ઉધરસ તાવ ટાઇફોઇડ કમળો ડીપ્થેરિયા મેલેરિયા સહિતના રોગ માટે એલોપથી પાસે જે ઉપાયો છે એ ન તો જડમુળથી રોગ મટાડવા સક્ષમ છે ન તો તે ભયાનક આડઅસરથી મુક્ત છે. તેના તમામ ઉપચારો બકરું કાઢવા માટે ઊંટ ઘાલવા જેવા હોય છે. તેનું એક મહત્વનું કારણ એ છે કે રોગના કારણો બાબતે એલોપથી પાસે જે ધારણાઓ ચિંતન અને અભ્યાસ છે તે બિલકુલ બાલિશ અને અપરિપક્વ છે.
- Advertisement -
ઉપરના રોગો સિવાય પણ જેમ કે કબજિયાત અપચો અરુચિ અજીર્ણ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ માટે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે પોતાના અસરકારક ઉપાયો દવાઓ પરેજી વિગેરે ક્યાં? પેટની આ સર્વસામાન્ય સમસ્યાઓ લઈને તમે તબીબ પાસે તમે ગયા હો તો તે અંગે તમારો શું અનુભવ છે? તમે બહુ સારી રીતે જાણો જ છો કે મોડર્ન મેડિકલ સાયન્સ પાસે નિદાન માટે હજારોથી માંડી કરોડો રૂપિયા સુધીની કિંમતના ઉપકરણો હોવા છતાં અનેક રોગનું છેલ્લે સુધી કોઈ નિદાન જ નથી થતું! દર્દી તરફડીયા મારતો હોય, 2 મિનિટ જંપીને પોતાની પથારીમાં પણ ન બેસી શકતો હોય તેમ છતાં એલપથી નિદાન પદ્ધતિના તમામ ટેસ્ટ તેનામાં કોઈ રોગ ના હોવાનું સૂચિત કરશે! વર્ષો સુધી તેના ટેસ્ટ જે તે વ્યક્તિ નિરોગી હોવાનું કહેતા રહેશે અને બીજી તરફ આ જ વ્યક્તિ આ જ સિસ્ટમના ઉપચારમાં હજજારો લાખો રૂપિયા વાપરી રહ્યો હશે. હવે ટ્રેજડી જુઓ આ દર્દીની કે જે વિજ્ઞાનની નિદાન પદ્ધતિઓ આ વ્યક્તિને કોઈ જ રોગ ના હોવાનું કહે છે તે જ વિજ્ઞાનના તબીબો વર્ષો સુધી આ જ વ્યક્તિને વર્ષો સુધી હજજારો લાખ્ખો રૂપિયાની દવા પણ ઠોકતા રહેશે. સેક્ધડ ઓપીન્યનના રૂપકડા નામ હેઠળ 25 50 ડોકટરોને અભિપ્રાય, દરેક ડોકટરે સૂચવેલા નવા નવા ટેસ્ટ અને નવી નવી દવાઓ અવિરત ચાલુ રહેશે! જેને કોઈ રોગ જ નથી એવું તેઓ કહે છે તેની વર્ષો સુધી તેઓ દવા કરશે અને જેને કોઈ ચોક્કસ રોગ છે જ આવું તેમના ટેસ્ટ કહેશે તેની તેમની પાસે કોઈ દવા જ નહી હોય. તેમને રોગ અંગે કાઈ જ સંકેત નહી મળે ત્યારે તેઓ દર્દીને માનસિક અસ્થિર ઠેરવી મનોરોગીના તબીબ પાસે મોકલશે અને આ મનોચિકિત્સક તે રોગીની જીંદગી બગાડી નાખશે!
હા, આધુનિક મનોચિકિત્સકો ખરેખર જ રોગીની જીંદગી બગાડી નાખે છે. કોણ ઇનકાર કરી શકશે આ વાતનો? આવો કોઈ સર્વે આપણાં દેશમાં થયો નથી અને થયો હોય તો તેના નિષ્કર્ષ બહાર આવ્યા નથી કે આધુનિક મનોચિકિત્સકની સારવારથી સંપૂર્ણ સ્વસ્થ થયા હોય તેવા દર્દીઓની ટકાવારી કેટલી? વાસ્તવમાં સાઈકિયટ્રિસ્ત પોતાની સારવાર દરમિયાન અનેક નવા શારીરિક અને માનસિક રોગ પેદા કરે છે. તેની દવાનું વ્યસન અને તે છોડવાની. જદ્ધોજહત વળી એક જુદો જ વિષય છે. આ ઉપરાંત પેરાલીસીસ, પેરાપ્લેજીયા, પાર્કિન્સન હ્રુદયની સમસ્યાઓ, બ્લડપ્રેશર કોલેસ્ટરોલ યુરિક એસિડ સાયટિકા, આર્થરાઇટિસ રૂમેતિઝમ માટે એલોપથીમાં કેટલો અવકાશ? ફક્ત પેન કિલર અને કેટલીક સિમ્પટોમેતિક દવાઓ. આ દવાઓની પણ વળી પોતાની આડઅસરો અને પાછો એ કાયમી ઇલાજ તો નહી જ! આટલું ઓછું હોય એમ ચામડીમાં રોગો અને તેમની વ્યાખ્યા મુજબના ચેપી રોગોને ફક્ત સપ્રેસિવ દવાઓ અને વિટામિન્સ! ખરેખર તો કહેવાતી આધુનિક ચિકિત્સાના પછાતપણાને સમજવા માટે આપણે પોતે જ વિચારો અને માનસિકતાથી આધુનિક એડવાન્સ પુખ્ત અને સજ્જ સતર્ક બનવું પડે!