ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં ગિરનાર તળેટીના ભવનાથ ક્ષેત્રમાં જુદા જુદા અખાડા – આશ્રમો ખાતે સાધુ-સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સાધુ સંતોએ ગૃહ રાજ્યમંત્રીને આવકારતા તેમનું સ્વાગત-સન્માન અને અભિવાદન કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી પ્રસિદ્ધ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સંચાલિત શિવોત્સવમાં સહભાગી બન્યાં હતાં. અહીં તેમણે ભક્તિમય ભજન કીર્તનનો આનંદ માણ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રીની આ મુલાકાતો દરમિયાન સંગઠનનાં રત્નાકર સહિતના મહાનુભાવો સાથે રહ્યા હતા. જયારે શિવોત્સવમાં મંત્રી હર્ષ સંઘવીએ ભજન કીર્તનના આનંદ સાથે હાથમાં ડફલી લઈને તાલ મિલાવ્યો હતો અને ક્રીતદાન ગઢવી સાથે હર્ષ સંઘવી જુમી ઉઠ્યા હતા.સનાતન ધર્મની સંસ્કૃતિ એટલે ગુજરાતના લોકડાયરાનો આનંદ સાથે મેળાને માણ્યો હતો.
મહાશિવરાત્રી મેળામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભજનની રમઝટમાં ડફલી સાથે આનંદ માણ્યો



