અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.
#WATCH Ahmedabad, Gujarat | Union Home Minister Amit Shah performs 'Mangal Aarti' at Shree Jagannathji Mandir ahead of the 145th Lord Jagannath Rath Yatra which commences from today pic.twitter.com/brwjXjOqBo
- Advertisement -
— ANI (@ANI) June 30, 2022
રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત
- Advertisement -
25000 વિવિધ રેન્કના પોલીસકર્મીઓ
હેલિકોપ્ટર, ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા
હાઈરિઝોલ્યુશન સીસીટીવી કેમેરા
46 ફિક્સ્ટ લોકેશન સહિત અન્ય મુવિંગ, વ્હિકલ માઉન્ટેડ કેમેરા
2500 બોડીવોર્ન કેમેરા
101 ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’
VHF વોકીટોકીથી 16 ચેનલ પર સંદેશા વ્યવહાર
8 પોલીસ સ્ટેશનમાં મીનિ કંટ્રોલ રૂમ
જનભાગીદારીથી સોશિયલ મીડિયા મોનિટરિંગ
હ્યુમન ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ
મંગળા આરતી બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો
આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનો આરંભ થશે ત્યારે વહેલી સવારે મંગળા આરતીબાદ ભગવાન જગન્નાથને ખીચીડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યાં હતાં. ભગવાનના પાટા ખોલતી વખતે ભક્તોએ રાસ અને ગરબાની પ્રસ્તુતિ કરી હતી. 7.05 મિનિટે ભગવાન નીકળશે નગરચર્યાએ