પોલીસ સ્ટેશનની સામે પહોંચતા જ લાગ્યા આપત્તિજનક નારા, વિડીયો વાયરલ થયા બાદ અનેકની ધરપકડ
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
- Advertisement -
ઉત્તર પ્રદેશના અમેઠીથી ચોંકાવનારા દ્રશ્ર્યો સામે આવ્યા. મહોર્રમને લઈને કાઢવામાં આવેલા જુલૂસમાં જોડાયેલા મુસ્લિમ યુવકોએ આપત્તિજનક નારા લગાવીને આખો વિસ્તાર બાનમાં લીધો હતો. યુવકોએ ‘હિન્દુસ્તાન મેં રહેના હૈ, યા હુસૈન કહેના હૈ’ના નારા લગાવ્યા અને આ ઘટનાનો એક વિડીયો પણ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ પોલીસે કેટલાક યુવકોની ધરપકડ કરીને તપાસ આદરી છે. મહત્વનું છે કે મહોર્રમના જુલૂસમાં જોડાયેલા યુવકોએ અમેઠી પોલીસ સ્ટેશનની બહાર જ આ પ્રકારના મઝહબી નારા લગાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના અમેઠીના મુસાફિરખાનાની છે. અહીં મુસ્લિમ સમુદાય દ્વારા મહોર્રમને લઈને જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં ભારે સંખ્યામાં મુસ્લિમ યુવકો જોડાયા હતા. તેવામાં અચાનક જ કેટલાક યુવકો ‘યા હુસૈન.. હિન્દુસ્તાનમેં રહેના હૈ યા હુસૈન કહેના હૈ’ના નારા લગાવવા લાગે છે. સામે આવેલા વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ઢોલ નગારા વાગી રહ્યા છે, લીલા કલરના ઝંડા ફરકાવવામાં આવી રહ્યા છે અને યુવકોનું ટોળું આ આપત્તિજનક નારા લગાવી રહ્યું છે.
ણયય ન્યુઝે આપેલા અહેવાલ અનુસાર મહત્વપૂર્ણ બાબત તે છે કે આ આખી ઘટના પોલીસ સ્ટેશનના દરવાજાની સામે જ ઘટી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર જેવુ મહોરમ જુલૂસ મુસાફિરખાના પોલીસ સ્ટેશનની સામે પહોંચ્યું, ટોળામાં રહેલા યુવકોએ જોર જોરથી નારા લગાવવાના શરૂ કરી દીધા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ પ્રશાસને આ મામલે નોંધ લઈને કેટલાક યુવકોની ધરપકડ કરી ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે અમેઠીના એસપી અનુપ સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિડીયોમાં દેખાઈ રહેલા યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિડીયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ વિરુદ્ધ ધારા-ધોરણ અનુસાર ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે મહોર્રમના જુલૂસમાં જોડાયેલા યુવકોએ અમેઠી પોલીસ સ્ટેશનની બહાર મઝહબી નારા લગાવવાની ઘટના સામે આવ્યા બાદ સંત સમુદાયમાં પણ નારાજગી જોવા મળી રહી છે. અમેઠીના બબુગંજ સગરા પીઠના પીઠાધીશ્ર્વર મોની મહારાજે આ મામલે કહ્યું હતું કે, મારી સીએમ યોગી આદિત્યનાથને વિનંતી છે કે આ પ્રકારના તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જે લોકોને પકડી લેવામાં આવ્યા છે તેમને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં તેઓ કે અન્ય કોઈ ફરી આવી હરકત ન કરે.