ગરબામાં વિધર્મીઓનાં પ્રવેશ પર રોક લગાવવાની માંગ
ગાયકો, મ્યુઝિક પાર્ટી, ઇલેક્ટ્રીક, મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યુરીટી હિન્દુ જ રાખવા આયોજકોને અપીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હિંદુઓનાં સૌથી પવિત્ર નવરાત્રિ પર્વમાં માતાજીનાં ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે. 9 દિવસ માઇભક્તો મા આદ્યશક્તિની આરાધના, ભક્તિ અને પૂજા કરે છે અને ગરબે ઘૂમી માતાજીની ઉપાસના કરે છે. જો કે, સમયની સાથે ગરબાની પરંપરામાં ફેરફાર થયો છે. શેરી, સોસાયટીમાં ગરબાની સાથે હવે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનનો ટ્રેન્ડ વધ્યો છે.
જો કે, પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાઓમાં વિધર્મીઓ દ્વારા યુવતીઓની છેડતી કરાતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતા હવે કેટલાક હિંદુ સંગઠનો દ્વારા ગરબા આયોજકોને વિધર્મીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા કહેવાયું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે રાજકોટ પોલીસ કમિશનરને આવેદન આપ્યુ હતું કે લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વિધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ તહેવારનો ફાયદો ઉઠાવી વિધર્મીઓ દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવે છે. ત્યારબાદ તેનું ધર્માંતરણ કરવામાં આવે છે.
- Advertisement -
આયોજકોએ કેવી તકેદારી રાખવી ?
ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ દરમિયાન આધારકાર્ડ ચેક કરવા જોઈએ
ખેલૈયાઓને તિલક કરીને જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવો જોઈએ
મહિલાઓની સુરક્ષા માટે મહિલા બાઉન્સરોને તૈનાત રાખવા
દીકરીઓ શાંતિપૂર્વક ગરબા રમી શકે એ માટે ઈઈઝટ કેમેરા, મેટલ ડિટેક્ટર્સ રાખવા જોઈએ
શંકાસ્પદ અથવા રોમિયોગીરી કરતા શખ્સોને તાત્કાલિક બહાર કાઢવા જોઈએ



