11 યુગલ પ્રભુતામાં પગ માંડશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આનંદી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 19માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 માર્ચના રોજ 1, લક્ષ્મીનગર આંબેવ ચોક ભક્તિનગર રેલવે સ્ટેશન પાછળ આયોજિત કરેલાં આ લગ્નોત્સવમાં 11 નવદંપતિઓ પ્રભુતામાં પગ માંડશે. તેમજ તા.5 માર્ચના રોજ શનિવાર રાત્રે આઠ કલાકે જાહેર દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે શ્રી શ્રી 1008 મહામંડલેશ્ર્વર ગોવિંદગીરી મહારાજ, સંત શિરોમણી બ્રહ્મલીન મહંત ભરતદાસ બાપુ, સુરેશદાસ બાપુ, પ.પૂ. મહંત દિલીપરાજા દાદા,હેમંતદાસ બાપુ, સંત બંકીમ બાપુ, સંત વિમલાનંદ, સંત ટીકમદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહેશે. આ આયોજનને સફળ બનાવવા માટે સમુહ લગ્ન સમિતિનાં પ્રમુખ ધર્મેન્દ્ર ચૌહાણ, પ્રોજેકટ ચેરમેન વિવેક જાડેજા અને વા. ચેરમેન નિકુંજ કાસમપરાએ ભારે જહેમત ઉઠાવી છે.
આ ઉપરાંત આનંદી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ રમેશ ચાવડીયા, મંત્રી ધનસુખ કાસમપરા, ખજાનચી હિરેન રાઠોડ, ટ્રસ્ટી જીજ્ઞેશ મોરી, દિલીપ ચાવડીયા, મહેશ વરમોરા, ઉમેશ જાડેજા, પિયુષ કોટેચા પણ સહયોગી બનીને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.સમુહ લગ્નમાં દીકરીઓને 150 જેટલી વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે.