ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ‘ખાસ-ખબર’ જૂનાગઢ અને રાજકોટમાં પ્રકાશિત કરાયેલાં અહેવાલો અક્ષરશ: સાચા પડ્યાં.

હાઈકોર્ટમાં ટઈ વિઠ્ઠલ ચોવટિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કૃષિ વિભાગ અને અન્ય જવાબદાર સામે અરજી કરાતાં કોર્ટે જવાબદારોને નોટિસ ફટકારી

ખાસ-ખબર સંવાદદાતા
‘ખાસ-ખબર’ જૂનાગઢ દ્વારા થોડા મહિના પહેલાં જૂનાગઢ કૃષિ યુનિ.નાં કુલપતિ વી.પી. ચોવટિયાની નિમણૂંક સહિતનાં અહેવાલોની એક સીરિઝ ચલાવવામાં આવી હતી. ‘ખાસ-ખબર’નાં આ અહેવાલોનો જબ્બર પડઘો પડ્યો છે અને આ પ્રકરણનાં તમામ જવાબદારોને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વી.પી. ચોવટિયાની સામે ગંભીર આક્ષેપો કરનાર વિરલ જોટવાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટિયા દ્વારા બોગસ રેકોર્ડ ઊભું કરી અને તે કોમ્પ્યુટરની સીસીસી પ્લસની પરીક્ષા પાસ ન કરી હોવા છતાં પણ જાણે પાસ છે તેવું રેકોર્ડ ઊભું કરી અને તેમણે સંશોધન નિયામક તરીકે નિમણૂંક મેળવેલ છે. તેમના આક્ષેપ પ્રમાણે તત્કાલીન ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર વિઠ્ઠલભાઈ ચોવટિયાને જૂન 2018 માં તેમની સીધી ભરતી સંશોધન નિયામક તરીકે કરવામાં આવેલી હતી.

CCC+ જેવી સામાન્ય પરીક્ષા પણ પાસ ન કરી શકનારાને કુલપતિ કેમ બનાવાયા?

કુલપતિ ડૉ.વિઠ્ઠલ ચોવટિયા સામે તેનાં જ પુત્રની ગેરકાયદે ભરતીનાં પણ આક્ષેપ

સીધી ભરતીથી નિમણુંક પામેલ હોઈ તો નિયમસર પ્રોબેસન દરમ્યાન તેમને સરકારના નિયમો મુજબ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોઈ છે. પરંતુ ડો. વી.પી. ચોવટિયાએ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરેલ નથી અને અમોએ તે અંગે તપાસ કરતા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, સ્પીપા, અમદાવાદના જાહેરનામાં ક્રમાંક: પરીક્ષા / ઈઈઈ+/ રાજકોટ/ માર્ચ 2014/ (16-3) / 5.પ્ર. તા. 19/3/2014 પરિશિષ્ટ-. ‘બ’માં નાપાસ થયેલાં ઉમેદવારની યાદી છે. તેમાં તા. 7/3/2014 ની પરિક્ષામાં બેઠક નં. 4 (ક્રમ નં. 14)માં ડો. વી.પી. ચોવટિયાનું નામ નાપાસ થયેલાની યાદીમાં છે.

વિઠ્ઠલભાઈ ચોવટિયા નાપાસ હોવા છતાં અને આ જો ઈઈઈ+ ની આવી પરીક્ષા પાસ કરેલ ન હોય તો વિઠ્ઠલ ચોવટિયાની નોકરીની સેવા સમાપ્ત કરવાની હોય છે. આ વિઠ્ઠલ ચોવટિયા દ્વારા આ સેવા સમાપ્ત કરવી નાં પડે તેવા બદઈરાદે તારીખ 7-7-2020ના તત્કાલીન કુલ સચિવ પી.એમ. ચૌહાણ દ્વારા એક શંસોધન નિયામક વિઠ્ઠલ ચોવટિયાની અજમાયશી સેવા નિયમિત કરવા માટે જા.ન. જુકૃયું/ રજી/એડીએમ-1.1/2020(35)/9037-48થી એક રેકર્ડથી વિપરીત અને કુલ સચિવ દ્વારા પી.એમ. ચૌહાણ દ્વારા એક પત્રક બનાવેલ જે પત્રકની કોલમ 7 મુજબ ઈઈઈ+ પરીક્ષા પાસ કર્યા તારીખ 19-3-2021 દર્શાવેલ છે. તેમ છતાં તત્કાલીન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ વાઈસ ચાન્સેલર ની નિમણૂંક કરેલ હતી જે બાબતે પણ ફરિયાદી એ ગંભીર આક્ષેપો સાથે આ ગેરકાયદેસર નિમણૂંક રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં જવાબદારો યુનિવર્સિટીમાં નિમણૂંક કરવા માટે હાઈકોર્ટમાં હાલના વીસી વિઠ્ઠલભાઈ ચોવટિયા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ વિભાગ અને અન્ય જવાબદાર સામે હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્ટે જવાબદારો સામે નોટિસ ઈશ્યુ કરી છે.

આગામી સમયમાં ભરતીમાં ભ્રષ્ટાચારની ભીતિ અંગે આક્ષેપ
વિરલ જોટવાએ એવું જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી થનાર છે. તેવા સંજોગોમાં જો કુલપતિ ચોવટિયા દ્વારા ભરતી કરવામાં આવે તો પારદર્શિતા નહીં જળવાય. ઉપરાંત જો આ માણસ દ્વારા ભરતી કરવામાં આવશે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થશે. કારણ કે, જે માણસે પોતાનાં બોગસ અને બનાવટી રેકોર્ડ ઉભા કરેલ હોય અને કાયદાથી વિરુદ્ધ પોતાના પુત્રની નિમણૂંક કરાવેલી હોય તેવા વ્યક્તિને ભરતીની સત્તા આપવામાં આવશે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થશે.