હેમંત જોશીને રાજકોટના ખેલૈયાઓએ દાંડિયા કિંગનું બિરુદ આપ્યું છે
હેમંત જોશીએ ટી-સીરીઝ જેવા ઘણા મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું છે: તેમના અવાજમાં ગવાયેલી ‘શુક્લયજૂર્વેદિય રુદ્રાષ્ટાધ્યાયી’ અવિરત સોમનાથ
મંદિરમાં વાગે છે
- Advertisement -
વર્સેટાઈલ સિંગર રાહુલ મહેતા ગરબા ગાઈ ખેલૈયાઓને મન મૂકીને ઝૂમવા મજબૂર કરી દેશે
ખાસ-ખબર સંવાદદાતા
હેમંત જોશી ગુજરાતી ભાષાના પ્રખ્યાત સંગીત કલાકાર છે. મ્યુઝિકલ આર્ટિસ્ટ હેમંત જોશી છેલ્લા ઘણા સમયથી શ્રોતાઓના દિલ જીતી રહ્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દુબઈ, આફ્રિકા સહિત દેશોમાં વિશ્ર્વ પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં આવ્યાને માત્ર એક વર્ષ થયું અને ખેલૈયાઓએ પ્રથમ નવરાત્રીના ત્રીજા દિવસે જ હેમંત જોશીને ‘દાંડિયા કિંગ’ નું બિરૂદ આપ્યું હતું. જે આજે પણ અણનમ છે. દાંડિયા કિંગ હેમંત જોશી ખાસ-ખબર અને કર્ણાવતીની વેલકમ નવરાત્રીમાં રાસ-ગરબાના તાલે ખેલૈયાઓને થીરકવા પર મજબૂર કરી દેશે. તેની સાથે દાંડિયા કિંગ રાહુલ મહેતા પણ આ ખાસ-ખબર અને કર્ણાવતી વેલકમ નવરાત્રીમાં સાથે દેખાશે. બન્ને દાંડિયા કિંગ એક સાથે પહેલીવાર એક મંચ ઉપર પરર્ફોમ કરશે. રાજકોટમાં સૌથી મોટા ગણાતા નવરાત્રી રાસોત્સવ સહિયર ગૃપમાં પોતાની ગાયિકી દ્વારા ખેલૈયાઓને ડોલાવનાર રાહુલ મહેતાએ સાડા ચાર વર્ષ સુધી સાઉન્ડના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કર્યું હતું જ્યારે આજે તેના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે. રાહુલ મહેતાએ લાઈફમાં ખૂબ જ સ્ટ્રગલ કરી આજે આ મુકામ હાંસલ કર્યો છે. હેમંત જોશી ટી-સીરીઝ જેવા ઘણા મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું છે અને તેના કામ માટે વિશાળ ફેનબેઝ મેળવ્યો છે. આ ક્ષેત્રમાં તેમની કુશળતા તેમના ગુરુજી પંડિત દીપક ક્ષીરસાગરજીના શાસ્ત્રીય સંગીતથી પ્રેરિત છે. હેમંત તેમની પાસે વર્ષોથી તાલીમ લઈ રહ્યા છે અને તેઓએ ક્લાસિકલ વોકલમાં પીએચ.ડી. પણ પૂર્ણ કર્યું છે. હેમંતે પ્લેબેક સિંગિંગ ગુરુ ડો. ઉત્પલ જીવરાજાની રાજકોટ ના માર્ગદર્શન હેઠળ સંગીતમાં નોંધનીય જગ્યા બનાવી. જો કે, હેમંત ઇન્ડસ્ટ્રીમાં માત્ર ગાયક તરીકે જ પ્રખ્યાત નથી, પરંતુ તેમણે એક મ્યુઝિક પ્રોડ્યુસર અને પ્રકાશક તરીકે પણ નામ કમાવ્યું છે. તે એક અભિનેતા પણ છે અને ઘણીવાર અનેક મ્યુઝિક વીડિયોમાં કલાકાર તરીકે કામ પણ કરે છે.
તેઓએ હનુમાન ચાલીસાનું એક અનોખું વર્ઝન રજૂ કર્યું છે જે વિશ્ર્વનું સૌથી ઝડપી છે. તેઓ મહાકાલના પરમ ઉપાસક છે એટલે રાવણ રચિત શિવતાંડવને એક અલગ સ્ટાઈલમાં ગાઈ ’નાદ તાંડવ’ રિલીઝ કર્યું. પ્રથમ જ્યોતિર્લિંગ “સોમનાથ” મંદિરમાં ગૃહ અમિત શાહના હાથે હેમંત જોશીના આવાજ માં ગવાયેલી “શુક્લયજૂર્વેદિય રુદ્રાષ્ટાધ્યાયી” નું લોન્ચિંગ થયું હતું. જે અવિરત સોમનાથ મંદિરમાં વાગે છે. ફિલ્મમાં પ્લેબેક આપવાથી માંડીને સ્ટેજ પર જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યું, હેમંતની આ કળા ઘણા યુવાનો માટે પ્રેરણારૂૂપ છે. તેઓ પ્લેબેક સિંગર તરીકે બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાની ઇચ્છા રાખે છે.
આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે દાંડિયા કિંગ અને વર્સેટાઈલ સિંગર રાહુલ મહેતા અને હેંમત જોશી ગાયિકીના ઓજસ પાથરી ખેલૈયાઓને મન મૂકીને ઝૂમવા મજબૂર કરી દેશે.
પોતાના લાઈવ પર્ફોમન્સ માટે પ્રખ્યાત અને લોકોને પોતાના તાલે નચાવવામાં નિષ્ણાંત હેમંત જોશીની આ વર્ષની નવરાત્રી બુક થઈ ગઈ છે તેઓ આ વખતે જૂનાગઢવાસીઓને સૂરોના તાલે ડોલાવશે.