ઉમવાળા અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા.
અંડર બ્રિજની આસપાસ અનેક સોસાયટીઓ આવેલી છે. સોસાયટીના રહીશોને અંડર બ્રિજમાંથી પસાર થવા પાણી લેવલ ઓછું થાય તેની રાહ જોવાની રહે છે. રોજિંદા અનેક લોકો અંડર બ્રિજમાંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે થાય છે ત્યાંથી પસાર. અંડર બ્રિજમાં નથી કોઈ પાણી કાઢવાની વ્યવસ્થા. સામાન્ય વરસાદમાં ગોઠણ ડૂબ પાણી ભરાય છે આ બ્રિજમાં.