બાડમેર-જૈસલમેરમાં પારો 41ઓને પાર થયો; આંદામાનમાં ચક્રવાત શક્તિની ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
હવામાન વિભાગે બિહાર અને છત્તીસગઢ સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાત અને આસામ સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ગરમી વધી શકે છે.
રાજસ્થાનના 11 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મંગળવારે બપોરે અલવર, ભરતપુર, જયપુર સહિત ઘણા શહેરોમાં વરસાદ પડ્યો હતો. તેમજ, જેસલમેરના બાડમેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.
અહીં, મંગળવારે, હવામાન વિભાગ (MID) એ જણાવ્યું હતું કે દેશની લાઈફલાઈન, દક્ષિણપશ્ચિમ ચોમાસાએ મંગળવારે નિકોબાર ટાપુઓ પર એન્ટ્રી કરી છે. દર વર્ષે 22 મેની આસપાસ આંદામાનમાં પ્રવેશતું ચોમાસુ આ વર્ષે નવ દિવસ વહેલું આવી ગયું છે.
- Advertisement -
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આંદામાન સમુદ્ર પર ચક્રવાત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આનાથી 16 થી 22 મે દરમિયાન લો પ્રેશરવાળા ક્ષેત્રની રચના થઈ શકે છે, જે 23 થી 28 મે દરમિયાન ચક્રવાત ’શક્તિ’નું સ્વરૂપ લઈ શકે છે. જો તે ચક્રવાતમાં ફેરવાય છે, તો તે 24 થી 26 મે દરમિયાન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે.
હવામાન કેન્દ્ર જયપુરે 14 મેના રોજ રાજસ્થાનના 11 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે. 15 મેથી ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ત્રણ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. મંગળવારે ઘણા શહેરોમાં હવામાન બદલાયું. બપોર બાદ અલવર, ભરતપુર, જયપુર, હનુમાનગઢ, ઝુંઝુનુમાં વાદળછાયું વાતાવરણ હતું. તેમજ, જેસલમેરના બાડમેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.
ગુજરાતમાં મે મહિનામાં સરેરાશ કરતા 20 ગણો વધુ વરસાદ વરસ્યો
આગાહી મુજબ ચોમાસું વ્હેલું બેસે તો સતત બીજા વર્ષે વ્હેલી એન્ટ્રી થશે આંદામાનમાં ચોમાસાનું આગમન થઈ જ ગયુ છે. ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાનો પ્રવેશ નિર્ધારીત સમય કરતાં વ્હેલો થવાની આગાહી છે. ત્યારે રાજયમાં ગત અઠવાડીયે વરસેલો વરસાદ મે મહિનાનાં નોર્મલ વરસાદ કરતાં 20 ગણો વધુ રહ્યાનું હવામાન વિગતો જાહેર કર્યું છે.
હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે દક્ષિણ ગુજરાતના કાંઠે 15 જુન આસપાસ ચોમાસાની એન્ટ્રી થઈ જવાનું અનુમાન છે. અમદાવાદ સહીત મધ્ય ગુજરાતના અન્ય ભાગો 20 જુન આસપાસ કવર થઈ શકે છે. આગાહી મુજબ ચોમાસું વ્હેલુ રહે તો 2009 પછી પ્રથમ વખત પાંચ દિવસ પહેલા શ્રીગણેશ થશે.આંદામાન તથા નિકોબારમાં નૈઋત્ય ચોમાસાએ પ્રવેશ કરી લીધો હોવાનું હવામાન વિભાગે જાહેર કરી દીધાનું ઉલ્લેખનીય છે અનુકુળ પરિબળોને પગલે હવે તે ઝડપથી આગળ વધીને આગામી 27મીએ કેરળમાં પહોંચી જવાનું અનુમાન છે. આ વખતે ચોમાસાનો વરસાદ નોર્મલ કરતા પણ વધુ સરેરાશ કરતાં 175 ટકા રહેવાની અગાઉ જ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગત સપ્તાહમાં મીની ચોમાસાનો અનુભવ થયો હતો. વ્યાપક કમોસમી વરસાદ થયો હતો. આગાહી મુજબ ચોમાસુ વહેલુ બેસે તો સતત બીજા વર્ષે વ્હેલા આગમનની સ્થિતિ સર્જાશે. 2023 માં ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટકયુ હતું. તેની અસરે વ્હેલો વરસાદ થયો હતો. જોકે ચોમાસાની એન્ટ્રી 25 જુને જ થયાનું જાહેર થયુ હતું.ચાલુ વર્ષે જાહેર થયુ હતું. ચાલુ વર્ષે પ્રિ મોન્સુન વરસાદ સાથે પડયો છે. 13 મેની સ્થિતિમાં ગુજરાતમાં સરેરાશ 37.5 મીમી વરસાદ થયો છે. સામાન્ય રીતે મે મહિના માત્ર 1.88 મીમી વરસાદ થતો હોય છે તેની સરખામણીએ વરસાદની માત્રા 20 ગણી વધુ છે. જાન્યુઆરી-મે મહિનામાં સરેરાશ 2.3 મીમી વરસાદ થતો હોય છે તેની સામે 76.1 થયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ 1.1 મીમીની સરખામણીએ આ વખતે 38.4 મીમી વરસ્યો છે. જે અનેક ગણો વધુ છે. છેલ્લા ચોમાસાનાં આગમનની આગાહીને પગલે ખેડુતોથી માંડીને સામાન્ય લોકોમાં વરાપની હેલી છે.