કુલ્ચા ક્યુઝીનમાંથી 7 કિલો વાસી કઠોળ, US પીઝામાંથી વાસી સૂપ, ચાય સુટા બારના વાસી સોસ, સાસુજી કા ઢાબામાંથી 4 કિલો વાસી ફૂડનો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી -150 ફૂટ રીંગ રોડ, વેસ્ટ ગેટ પ્લસ બિલ્ડિંગ રાજકોટ મુકામે આવેલ હોટલ/ રેસ્ટરોરેન્ટમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં (1)કુલ્ચા ક્યુઝીન -7 ક્રિ.ગ્રા. વાસી અખાદ્ય કઠોળનો નાશ તેમજ હાઈજીનિક કન્ડિશનની જાળવણી અને સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે કોટેચા ચોક પાસે આવેલા શ્રી હરિ નમકીનની બુંદી, પૌવા અને ચટણીના નમૂના લેવામાં આવ્યા હતા.
- Advertisement -
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કિશાન પરા ચોક થી મહિલા કોલેજ ચોક વિસ્તારમાં આવેલ તમામ હોટલ/ રેસ્ટરોરેન્ટમાં ચકાસણી કરવામાં આવેલ જેમાં (1)શુભ એન્ટરપ્રાઇઝ (ઞજ પીઝા) -5 લિટર વાસી અખાધ્ય સૂપનો નાશ તેમજ હાઈજીનિક કન્ડિશનની જાળવણી તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (2)ચાય સુટા બાર -3 કિ.ગ્રા. વિવિધ પ્રકારના સોસ એક્સપાયરી ડેટ વિતેલ મળી આવતા નાશ કરવામાં આવેલ. (3)સાસુજી ક ઢાબા -4 કિ.ગ્રા. વાસી આખાદ્ય પ્રિપેર્ડ ફૂડનો નાશ કરવામાં આવેલ. (4)મામા રેસ્ટરોરન્ટ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (5)સપના મલ્ટીકુઝિન રેસ્ટરોરન્ટ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (6)ગાયત્રી યાદવ મદ્રાસ કાફે (7)દાનાપાની (8)સદગુરુ રેસ્ટરોરન્ટ (9)ટી સ્ટ્રીટ પેઢીની હાઈજીનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતની ચકાસણી કરવામાં આવી હતી.