રાજકોટ શહેરનું હૃદય સમાન ગણાતો જયુબિલી ગાર્ડન અતિસુંદર અને રળિયામણો બગીચો છે. જેમાં બેસવા લાયક બે ડોમ અને સારું પટાગણ છે. આ જયુબીલી ગાર્ડનમાં આસ્થાનું પ્રતીક એવું નવગ્રહ શનિમંદિર આવેલ છે. જેમાં દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. આ ઉપરાંત રાજય સરકારના માહિતી ખાતાની કચેરી, અને પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, ફ્લેડ કંટ્રોલ રૂમ, વોટ્સન મ્યુઝીમ, અરવિંદભાઈ મણિયાર હોલ, અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય, પાણી પુરવઠાનો પમ્પીંગ સ્ટેશન, સોલ્ડ વેસ્ટ મેનેજમેન્ટ કંપોસ્ટ પ્લાન્ટ, અને રક્ષિત સ્મારક, જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા, નર્સરી વગેરે આવેલ છે પરંતુ આ જ્યુબીલી ગાર્ડન અસામાજિક તત્વો, તેમજ ન્યુસન્સ દ્વારા જ્યુબીલી ગાર્ડનને એવો ભરડામાં લીધેલ કે જ્યાં સિનિયર સીટઝન, વડીલોને પળભર બેસવું મુશ્કેલ થઇ રહ્યું છે. જ્યુબિલી ગાર્ડનમાં સ્થિત જાહેર કચેરીઓ દ્રારા ન્યુસન્સ સામે ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી, અને હાલ આ જ્યુબીલી ગાર્ડનમાં ન્યુસન્સ એટલી હદે થઈ ગયું છે કે જાહેર કચેરીમાં પણ નુકશાન કરે છે, આ રંગીલા અને રળીયામણાં રાજકોટના શું બધા બગીચામાં આમ હશે? વહીવટી તંત્ર ક્યાં સુધી ઉંઘશે? તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. (અહેવાલ : કાનાભાઇ ચૌહાણ)
જ્યુબિલી ગાર્ડનમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રાધીન બન્યું

Follow US
Find US on Social Medias